જમ્મુ-કાશ્મીરઃ નિયંત્રણ રેખા પાર કરી જમ્મુ-કાશ્મીરમાં આવતા આતંકીઓ સાથે આજના દિવસનું ત્રીજુ એનકાઉન્ટર શરૂ થઈ ગયું છે. ત્રીજુ એનકાઉન્ટર શોપિયાં જિલ્લાના ઇમામ સાહેબ ક્ષેત્રના તુલરાનમાં ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષાદળો આ ઓપરેશનને અંજામ આપી રહ્યાં છે. આ વિસ્તારમાં સેનાના જવાનોએ ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લીધા છે. તો દિવસનું પહેલું એનકાઉન્ટર પૂંછમાં થયું જેમાં એક જેસીઓ સહિત પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ સાંજે પૂંછમાં વધુ એક એનકાઉન્ટર શરૂ થયું હતું. આ એનકાઉન્ટર પ્રથમ ઘટનાસ્થળથી થોડે દૂર હતું.
પહેલા એનકાઉન્ટરને લઈને રક્ષા વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકીઓએ સુરક્ષાદળો પર ભારે ગોળીબારી કરી જેનાથી એક જેસીઓ અને ચાર અન્ય જવાન ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થઈ ગયા. બાદમાં સારવાર દરમિયાન નજીકની એક સૈન્ય હોસ્પિટલમાં પાંચેયના નિધન થયા હતા. પ્રવર્તાએ સાંજે કહ્યુ કે, આતંકીઓની સાથે અથડામણ હજુ ચાલી રહી છે. તો દિવસના બીજા એનકાઉન્ટરને લઈને ન્યૂઝ એજન્સી એએનઆઈએએ જણાવ્યું કે, પાછલા અથડામણ સ્થળથી લગભગ 2 કિલોમીટર દૂર થયેલા એનકાઉન્ટરમાં સેનાનો એક જવાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024