ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાયું:સોરઠના અનેક વિસ્તારમાં મેઘરાજાએ હેત વરસાવ્યુ, ગીરગઢડામાં બે ઈંચ જ્યારે જૂનાગઢમાં પોણો ઈંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા
11-Jun-2022
ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાયું:સોરઠના અનેક વિસ્તારમાં મેઘરાજાએ હેત વરસાવ્યુ, ગીરગઢડામાં બે ઈંચ જ્યારે જૂનાગઢમાં પોણો ઈંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા
જુનાગઢ4 કલાક પહેલા
વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત
વિસાવદર તાલુકામાં 11 MM અને ગીરગઢડા પંથકમાં 2 ઈંચ વરસાદ
સોરઠના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં આજે મેઘરાજાએ એન્ટ્રી કરી હેત વરસાવ્યું હતું. જેથી રસ્તા પર પાણી વહેતા થવા લાગ્યા હતા. જેમાં વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જે બાદ બપોર પછી ફરી દોઢ ઈંચ વરસાદ વરસતા ગીર ગઢડા પંથકમાં આજે 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ પોણો ઈંચ.વરસાદ વરસ્યો હતો.
અસહ્ય બફારા બાદ વરસાદ
ચાલુ વર્ષે ઉનાળામાં પડી રહેલી આકરી ગરમીના કારણે લોકો અને વન્યપ્રાણીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. આ દરમિયાન છેલ્લા થોડા દિવસથી વાતાવરણમાં અસહ્ય બફારાનો પણ લોકો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે આજે ભીમ અગિયારસના દિવસે સવારથી જ સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળતા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024