શિક્ષણ માફિયાઓ ઉપર લગામ/ રાજ્યના 48 કોચિંગ ક્લાસ પર રેડ: મોટી કરચોરીની આશંકા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં GSTના દરોડા

11-May-2022

વર્લ્ડ ઈનબોક્સ નોલેજ શેરીંગ, વિવેકાનંદ એકેડેમી,જરીવાલા ક્લાસીસ, વેબસંકુલ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાણસામાં


અમદાવાદ: સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ ભાવનગર, મહેસાણા, હિંમતનગર, જામનગર, જુનાગઢ વગેરે શહેરોમાં કોચીંગ ક્લાસીસ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ GSTની વિવિધ ટીમ દ્વારા ૧૩ કોચીંગ ક્લાસીસના ૪૮ સ્થળ પર સાગમટે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. સ્પર્ધાત્મક તૈયારીઓ અને ધોરણ ૧૦ અને ધોરણ -૧૨ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક તાલીમ અને શિક્ષણ પૂરું પાડતા કોચીંગ ક્લાસીસ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો SGSTની ઝપટમાં આવી ગયા છે. સ્ટેટ GST દ્વારા એકસામટા દરોડા પાડવાને પગલે કોચીંગ ક્લાસીસના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વર્લ્ડ ઈનબોક્સ નોલેજ શેરીંગ, વર્લ્ડ ઈનબોક્સ એવુ. પેપર પ્રા. લિ., વિવેકાનંદ એકેડેમી, જરીવાલા ક્લાસીસ, પાનવાલા ક્લાસીસ, વેબસંકુલ, વગેરે જેવા પ્રખ્યાત ટ્યુશન અને કોચીગ ક્લાસીસના સંચાલકો પર SGST વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ટ્યુશન અને કોચીંગ ક્લાસીસના સંચાલકો પરના દરોડામાં વાંધાજનક હિસાબો અને દસ્તાવેજો મળવાની શક્યતા છે અને SGSTની તપાસને અંતે મોટાપાયે સર્વિસ ટેક્સની ચોરી પકડાવાની શક્યતા છે. SGST વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના કલાસીસના સંચાલકો પર શહેરોમાં વ્યાવસાયિકો દ્વારા યોગ્ય રીતે GST ભરપાઈ કરવામાં આવે છે કે નહીં, તે અંગે સિસ્ટમ બે ઝ્ડ એનાલિસીસ અને માર્કેટ ઈન્ટેલીજન્સ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સ્પર્ધાત્મક અને મોટાં પાયે કોચીંગ પૂરું પાડતા ધોરણ ૧૦, ૧૨ના વિદ્યાધીઓને શિક્ષણ, તાલીમ અને SGST વિભાગ દ્વારા ધોંસ બોલાવવામાં આવી છે અને આગામી દિવસોમાં તપાસની ઝૂંબેશ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

 

Author : Gujaratenews