મિશન ગુજરાત પર AAP ભાજપના ગઢ રાજકોટથી આજે અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
11-May-2022
કેજરીવાલ રાજકોટમાં (Rajkot) શક્તિપ્રદર્શન કરી સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. સાથે જ કેજરીવાલનો રોડ શો યોજાશે ત્યારબાદ તેઓ શાસ્ત્રી મેદાન ખાતે જાહેર જનસભાને સંબોધિત કરશે.AAPની નજર ગુજરાત પર હોવાથી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં રેલી કરશે.
AAP ઘણા રાજ્યોમાં તેનો આધાર વિસ્તારવા માંગે છે, ખાસ કરીને આ વર્ષની શરૂઆતમાં પંજાબમાં તેની જીત બાદ, અને ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે આ વર્ષના અંતમાં ચૂંટણીમાં જશે.
Author : Gujaratenews
05-Mar-2025