ઝંખવાવમાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગતઆમ આદમી પાર્ટીના આગેવાનોએ યાત્રાનું સ્વાગત કરી સમર્થન આપ્યું
11-Mar-2024
વાંકલ : માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે ભારત જોડો ન્યાય યાત્રા લઈ ને આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા નેત્રંગ ખાતે ન્યાયયાત્રામાં જોડાયા
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ગુજરાત પ્રવેશના આજે ત્રીજા દિવસે નર્મદામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. રાહુલ ગાંધીની યાત્રામાં ગુજરાત પ્રદેશ સમિતિના શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા નેત્રંગ ખાતે ન્યાયયાત્રામાં જોડાયા છે. નેત્રંગ ચોકડી પર મોટાં મોટાં હોર્ડિંગ લગાવાયાં હતાં. આખા નેત્રંગમાં કોંગ્રેસના ધ્વજ લગાવવામાં આવ્યા છે. ડીજે અને ઢોલ-નગારાંના તાલે લોકો ઝૂમી રહ્યા છે.
નેત્રંગમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદીજી દરિયાથી શરૂ કરીને હિમાલય સુધી ગયા. એ દરમિયાન અમારો અવાજ હતો કે, નફરતના બજારમાં હવે મહોબ્બતની દુકાન ખોલવી પડશે. ભારત સરકારને માત્ર ૯૦ લોકો ચલાવે છે.
ઝંખવાવ ગામેથી પસાર થનાર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ બનાવવા માટે પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ સ્થાનિક તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો મહેનત કરી સ્વાગત ની તૈયારીઓ ભવ્ય રીતે કરી હતી આદિવાસી પહેરવેશ વાજિંત્રો સાથે લોકો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા અને સ્વાગત માટે કાઠીયાવાડી રાસ નું આયોજન કરાયું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની એક ઝલક જોવા માટે અને અભિવાદન કરવા માટે માંગરોળ ઉમરપાડા સહિતના વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા સ્વાગત પોઈન્ટ પર રાહુલ ગાંધી ખુલ્લી જીપમાં આવી પહોંચ્યા ત્યારે રાહુલ ગાંધી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લાગ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તા ઓ એ રાહુલ ગાંધીને ગાંધી ટોપી અને કોટી પહેરાવી સ્વાગત કર્યું હતું સાથે ઇન્ડિયા ગઠબંધનને લઈ આમ આદમી પાર્ટીના માંગરોળ વિધાનસભા ઉમેદવાર સ્નેહલ વસાવા કેતન ભટ્ટ સહિતના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના સ્વાગત માટે હાજર રહ્યા હતા. સ્વાગત કરી સમર્થન જાહેર કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ડો.તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરુણ વાઘેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ની ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી નિરાશા જનક પરિણામોને કારણે સુષુપ્ત અવસ્થામાં ધકેલાઈ ગયેલા કોંગ્રેસ પાર્ટી ના આગેવાનોમાં હાલ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાથી એક નવો સંચાર ચેતના જોવા મળી છે. મહત્તમ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સુરક્ષિત રીતે પસાર થાય એ માટે સુરત જિલ્લા પોલીસવડા હિતેશ જોઈસરની દેખરેખ હેઠળ એસ ઓ જી અને એલ સી બી ની ટીમ સ્થાનિક માંગરોળ પોલીસ દ્વારા ટ્રાફિક સંચાલન સહિતની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024