ઐશ્વર્યા, દીપિકા પછી હવે આલિયા ભટ્ટ નાચી ઢોલના તાલે, ગંગુબાઈ કાઠિયાવાડીનું પહેલું ગીત રિલીઝ
11-Feb-2022
આલિયા ભટ્ટ હાલ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં તેણે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. કારણ કે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું પહેલું ગીત ઢોલીડા રિલીઝ થઈ ગયું છે. આલિયાનું ગીત ફેન્સને ખૂબ જ ઉત્સાહિત કરી રહ્યું છે. આ એક ગરબા ગીત છે. ખાસ વાત એ છે કે આ ગીતની શરૂઆત ગુજરાતી સંગીતથી થાય છે.જોરદાર એક્સપ્રેશને જીત્યા ચાહકોના દિલ
આલિયા ભટ્ટે આ ગીતનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આલિયા પણ ટ્રેડિશનલ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. કમાઠીપુરામાં બહેનપણીઓ સાથેનો તેનો ડાન્સ અને તેના જોરદાર એક્સપ્રેશને પ્રેક્ષકોને દીવાના બનાવ્યા છે. આ ગીત તમને હમ દિલ દે ચૂકે સનમના ગીતની પણ યાદ અપાવી શકે છે.
જોરદાર વાયરલ થઈ રહ્યું છે આ ગીત
તમને જણાવી દઈએ કે ઢોલીડા ગીત સંજય લીલા ભણસાલી દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. સાથે જ આ ગીતના બોલ કુમારે આપ્યા છે. આ ગીત જ્હાન્વી શ્રીમાંકર અને શૌલ હડાએ સાથે ગાયું છે. આ ગીતને કૃતિ મહેશે કોરિયોગ્રાફ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ ગીત રિલીઝ થયા બાદ આ ગીત જોરદાર વાયરલ થઈ રહ્યું છે.
સમાચાર અહી પણ છે... જી ન્યૂઝ
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025