ભાવનગર (Bhavnagar) નો યુવક ચાર મહિના પહેલા ફેસબુક પર ભોગ બન્યા બાદ તેણે રૂપિયા કમાવા માટે આ જ મોડસ (Modus operandi) ફેસબુક (Facebook) પર છોકરીના નામે બોગસ એકાઉન્ટ બનાવી કોલબોયની નોકરી માટે જાહેરાત મુકી હતી અને સુરત (Surat) ના સરથાણામાં રહેતા રત્ન કલાકારને ફસાવી તેની પાસેથી રૂ. 29 હજાર પડાવી તેના ન્યૂડ ફોટો અને વીડિયો વાયરલ કરી દેતાં સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
સુરત શહેરના સરથાણા ખાતે 29 વર્ષીય રત્નકલાકારે સાયબર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાં હતા. તેમને રૂપિયાની સખત જરૂર હતી. દરમિયાન ગત 28 નવેમ્બરે ફેસબુક પર ઓનલાઈન જોબ સર્ચ કરતાં હતા. ત્યારે જીનલ મહેતા નામનું એકાઉન્ટ જોતાં તેમાં કોલબોયની જોબની જાહેરાત વાંચી હતી. જેમાં એક છોકરીએ 5 હજાર રૂપિયા મળશે તેવી જાહેરાત લખી હતી.તેમાં આપેલા નંબર પર મેસેજ કરતાં મુકેશ શર્મા નામે ઓળખ આપી હતી. તેમણે 6 મહિના નોકરી કરવી હોય તો 1000 અને એક વર્ષ નોકરી કરવી હોય તો 2 હજાર ભરવા કહ્યું હતું. આથી તેમણે ગુગલ પે ઉપર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તેણે સ્વેતા નામની છોકરીનો નંબર આપ્યો હતો.
સ્વેતાએ વોટસએપ કરીને પોતે વડોદરા હોવાનું અને સુરતમાં હોટલ બુક કરાવવાની છે, પરંતુ તેના પિતાનું એપરેશન હોવાથી દવાખાને લઈ જાઉ છું એટલે હોટલ બુકિંગના 6 હજાર ટ્રાન્સફર કરાવી દો તેમ કહ્યું હતુ. બાદમાં તેની પાસેથી ધીમે ધીમે 29 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી થઈ હતી.
આ વચ્ચે એકવાર રત્નકલાકાર પાસે ન્યૂડ ફોટો અને વીડિયો માંગતા રત્નકલાકારે તે મોકલી આપ્યો હતો. આ ફોટો- વીડિયો બાદમાં રત્નકલાકારના સંબંધીઓને વાયરલ કરી દીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી આરોપી ભીમાભાઈ ઉર્ફે ભીમો રાજુભાઈ ભંમરની ધરપકડ કરી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024