America: ન્યૂયોર્ક શહેરના બ્રોન્કસમાં એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 200 ફાયર ફાઈટર ઘટનાસ્થળે, 19 લોકોના મોત

11-Jan-2022

અમેરિકા (America)ના ન્યૂયોર્ક (New York) શહેરના બ્રોન્ક્સ (Bronx)માં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 9 બાળકો સહિત 19 લોકોના મોત થયા છે. આગની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને ઓછામાં ઓછા 32 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ન્યૂયોર્ક ફાયર વિભાગના કમિશ્રર ડેનિયલ નીગ્રોએ કહ્યું કે 32 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, સાથે જ કહ્યું કે ઘટનામાં લગભગ 63 લોકો ઘાયલ થયા છે.

આગ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળના એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં સવારે 11 વાગ્યા પહેલા લાગી હતી. આગ લાગ્યા બાદ લગભગ 200 ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા. ત્યારે મેયર એરિક એડમ્સે કહ્યું કે ન્યૂયોર્ક શહેરમાં આ સૌથી મોટી ભીષણ આગની ઘટનામાંથી એક છે. સાથે જ કહ્યું કે આ ન્યૂયોર્ક શહેર માટે ભયાનક ક્ષણ છે. હાલમાં આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Author : Gujaratenews