UAE જતા મુસાફરો માટે મહત્વના સમાચાર, UAEએ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ઓન અરાઈવલને લઈ કર્યો મોટો ફેરફાર

10-Sep-2021

ભારતથી સંયુક્ત આરબ અમીરાત (UAE) જનારા મુસાફરો માટે “વિઝા-ઓન-એરાઇવલ” સુવિધાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. એતિહાદ એરવેઝે કહ્યું છે કે, જે લોકો છેલ્લા બે અઠવાડિયાથી ભારતમાં છે તેઓ પણ તેનો ઉપયોગ કરી શકશે નહીં. ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા અને નામીબીયાથી આવતા પ્રવાસીઓ માટે વિઝાની વ્યવસ્થા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

સંયુક્ત આરબ અમિરાત (UAE) રાષ્ટ્રીય વાહક ઇતિહાદ એરવેઝે એક પ્રશ્નનો જવાબ આપતાં ટ્વિટ કર્યું હતું કે, “યુએઇ સત્તાવાળાઓએ છેલ્લા 14 દિવસમાં ભારતથી આવતા અથવા ભારતમાં રોકાયેલા મુસાફરો માટે વિઝા-ઓન-અરાઇવલ સુવિધા અસ્થયીરુપે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે અમારી વેબસાઇટને અપડેટ કરવા માટે કામ કરી રહ્યા છીએ, કૃપા કરીને નવા નિયમો માટે વેબસાઇટ- etihad.com તપાસો.”

Author : Gujaratenews