વર્ષ 2022-23માં વાસ્તવિક GDP ગ્રોથ 7.8% રહેવાનો અંદાજ : RBI Governor

10-Feb-2022

MPC ના નિર્ણયો વિશે માહિતી આપતા RBI ના ગવર્નર શક્તિકાંત દાસ(RBI Governor Shaktikanta Das)એ કહ્યું કે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટ 4% (repo rate 4 percent)પર યથાવત છે. સતત 10મી બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં દેશની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.8 ટકા રહી શકે છે. તમને જણાવી દઈએ કે સરકારે બજેટમાં કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા વર્ષ 2022-23 માટે 9.27%ના દરે જીડીપી ગ્રોથ હાંસલ કરવાનો અંદાજ છે.

આવતા વર્ષે દેશનો GDP ગ્રોથ કેટલો રહેશે?

વિશ્વ બેંકે તાજેતરમાં જ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર અંદાજ 8.3 ટકા હોઈ શકે છે. બેંકે તેના અગાઉના અંદાજો જાળવી રાખ્યા છે. દરમિયાન, વિશ્વ બેંકે તેના નાણાકીય વર્ષ 2023-24નો અંદાજ વધારીને 8.7 ટકા કર્યો હતો.

Author : Gujaratenews