ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ આજે વડાપ્રધાન મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જેની બાદ અમદાવાદ ખાતે ગુજરાતના સીએમ વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કર્યું હતું. તમામ સ્થિતિની સમીક્ષા બાદ પીએમ મોદીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાતને તાત્કાલિક ધોરણે 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત વાવાઝોડામાં જીવ ગુમાવનાર પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
Author : Gujaratenews



13-Nov-2025