બે દિવસમાં બીજી ઘટના : સુરતના વરાછામાં ચોકલેટની લાલચે બાળકી સાથે દુષ્કર્મ, રાત્રે શૌચાલય પાસે નરાધમે 12 વર્ષની માસૂમને પીંખી

09-Nov-2021

SURAT : શહેરમાં નાની માસુમ બાળકીઓ ઉપર બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં બીજી બાળકી હેવાનિયતનો શિકાર બની છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ નજીક 12 વર્ષની સગીરા રાત્રિના સમયે શૌચાલય પાસે ઊભી હતી. એ દરમિયાન આરોપી સંતોષ ચૌહાણે સગીરાને ચોકલેટની લાલચ આપીને પકડી લીધી હતી. બાદમાં દુષ્કર્મની કલમ 376 મુજબ ફરિયાદ નોંધાવાઈ છે. સગીરાની માતાની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી સંતોષ ચૌહાણને ઝડપી લઈને પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બરોડા પ્રિસ્ટેજ પાસે જાહેર શૌચાલય પાસે સગીરા ઊભી હતી. સંતોષ નામનો ઇસમ એ સમયે ત્યાં ઊભો હતો અને તેની નજર આ માસૂમ સગીરા પર પડી હતી. સગીરાને જોતાંની સાથે જ તેને પોતાની હવસનો શિકાર બનાવવા માટે પ્રયાસ કર્યો હતો. સગીરાને નજીક જઈને ચોકલેટ બતાવી તેને લલચાવી હતી. સગીરા તેની નજીક આવતાંની સાથે જ તેણે પોતાની તરફ ખેંચી લીધી હતી. ત્યાર બાદ સંતોષ દ્વારા તેની સાથે શારીરિક છેડછાડ સાથે બળજબરી કરી હતી. બાદમાં સગીરાની માતાએ દુષ્કર્મની ફરિયાદ વરાછા પોલીસમાં નોધાવી હતી. વરાછા એસીપી સી.કે.પટેલે જણાવ્યું કે, રાત્રિનાાસમય દરમિયાન જાહેર શૌચાલય પાસે 12 વર્ષીય સગીરાને બદ ઈરાદે પોતાની તરફ ચોકલેટ બતાવીને ખેંચી લીધા બાદ શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ આવી હતી, જેને ધ્યાનમાં રાખીને તપાસ કરતાં આરોપી સંતોષ ચૌહાણની ધરપકડ કરી લેવામાં આવી છે. 

સગીરાએ જાણ કરતાં પરિવાર ચોંક્યો : સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારજનોને જાણ કરતાં તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ઘટના અંગેની ફરિયાદ નોંધાવવા માટે પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. પોતાની બાળકી સાથે થયેલી ઘટનાને લઈને માતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં પોલીસે પણ 376 તેમજ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

Author : Gujaratenews