1 ઓક્ટોબરથી આ બેંકની ચેકબુક બનશે નકામી ! જો તેમાં તમારું ખાતું હોય તો તાત્કાલિક આ પગલું ભરો નહીંતર પડશો મુશ્કેલીમાં

09-Sep-2021

પંજાબ નેશનલ બેંક (PNB) એ મોટી જાહેરાત કરી છે. PNB એ એક ટ્વીટમાં કહ્યું છે કે 1 ઓક્ટોબરથી ઈ-ઓબીસી અને ઈ-યુએનઆઈની જૂની ચેકબુક કામ નહીં કરે. ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે જેમની પાસે ઓબીસી અને યુએનઆઇ બેન્કોની જૂની ચેકબુક છે તેમણે વહેલી તકે તેમને નવી ચેકબુકથી બદલવી જોઇએ, નહીંતર જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી નકામી થઇ જશે. નવી ચેકબુક અપડેટેડ આઇએફએસસી સાથે આવશે. PNB નો કોડ અને MICR પણ બદલાશે. આ નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે કારણ કે UNI અને OBC બેન્કો PNB માં મર્જ થઈ ગઈ છે.

PNB એ એક ટ્વીટમાં કહ્યું છે કે 1 ઓક્ટોબર પહેલા જૂની ચેકબુક બદલવી જરૂરી છે અને આ માટે બેંકની શાખાની મુલાકાત લેવી પડશે. તમારે જૂની ચેકબુક જમા કરીને નવી ચેકબુક મેળવવી પડશે. પીએનબીએ ગ્રાહકોને જણાવ્યું છે કે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાનું પીએનબી સાથે મર્જર થયા બાદ તેમની જૂની ચેકબુકને નવી પીએનબી ચેકબુક સાથે બદલવી જરૂરી બની ગઈ છે.

Author : Gujaratenews