મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 44,388 નવા કેસ, એકલા મુંબઈમાં જ 19,474 કેસ

09-Jan-2022

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન ગંભીર બની રહી છે. દિલ્લી અને મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા 44,388 કેસ સામે આવ્યા છે. તો એકલા મુંબઈમાં જ કોરોનાના નવા 19,474 કેસ નોંધાયા છે.

મુંબઈમાં આજે 19 હજાર 474 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્ય સરકારે 10 જાન્યુઆરીથી રાજ્યમાં કડક નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો છે. તે મુજબ શનિવારે નવી કોરોના ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે. મુંબઈગરાઓ માટે સારા સમાચાર એ છે કે આજે રવિવારે કોરોનાના કેસ ગઈકાલ શનિવારની સરખામણીએ થોડાક ઓછા નોંધાયા છે. કારણ કે છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા 20,000 થી વધુ હતી. તે સંખ્યા આજે ઘટીને 19,000 થઈ ગઈ છે. બીજી તરફ ચિંતા પ્રસરાવે તેવા સમાચાર પુણેથી આવ્યા છે. પુણેમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

હાલમાં મુંબઈમાં 1 લાખ 17 હજાર 437 એક્ટિવ કેસ છે. આજે મુંબઈમાં 8063 દર્દીઓ સાજા થયા છે એને સાત મૃત્યુ લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત પરિણામે, મુંબઈમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 7 લાખ 78 હજાર 119 પર પહોંચી ગઈ છે. દરમિયાન, સાજા દર્દીઓનો દર વધીને 85 ટકા થઈ ગયો છે.

મુંબઈમાં આજે રવિવારે મળી આવેલા દર્દીઓમાંથી 1,240 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં દિવસ દરમિયાન કુલ 68,249 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈમાં કુલ 17 કન્ટેન્મેન્ટ ઝોન છે. મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં કુલ 123 ઈમારતોને સીલ કરી છે. મુંબઈમાં દર્દી બમણા થવાનો દર 41 દિવસમાં પહોંચી ગયો છે.

Author : Gujaratenews