રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સતત નવમી વખત વ્યાજના દરમાં કોઈ ફેરફાર નહીં કર્યો

08-Dec-2021

RBI Monetary Policy : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિ (The Monetary Policy Committee – MPC) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે બેઠકના નિર્ણય અંગે માહિતી આપી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikant Das) મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી. MPCએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સમિતિએ નીતિ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા (Reverse repo rate) પર રહેશે. જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (MSFR) અને બેંક રેટ 4.25 ટકા રહેશે. રિઝર્વ બેંકના ગવર્નરે નીતિ વલણ ‘અનુકૂળ’ રાખ્યું છે. કેન્દ્રીય બેંકે સતત 9મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.

Author : Gujaratenews