મુંબઈ: વિશેષ કેમિકલ બનાવતી કંપની Neogen Chemicalsના શેરે છેલ્લા એક મહિનામાં 35% સુધી દમદાર વળતર આપ્યું છે. જ્યારે આ દરમિયાન સેન્સેક્સ ફક્ત ચાર ટકા વધ્યો છે. નિયોજેન કેમિકલ્સ સ્પેશિયાલિટી ઑર્ગેનિક કબ્રોમીન બેઝ્ડ કેમિકલ કમ્પાઉન્ડની સાથે સાથે સ્પેશિયાલિટી ઇનઓર્ગેનિક લિથિયમ બેઝ્ડ કેમિકલ કમ્પાઉન્ડનું પણ ઉત્પાદન કરે છે. ઉલ્લેખનીય છે કે બ્રોકરેજ હાઉસિસ પણ મલ્ટી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીઓને લઈને ખૂબ બુલિશ છે.
2021માં અત્યારસુધી 130% રિટર્ન
વર્ષ 2021માં અત્યારસુધી નિયોજેન કેમિકલ્સના શેરે 130%થી વધરે મલ્ટીબેગર રિટર્ન (Multibagger Stock) આપ્યું છે. સાથે જ સ્પેશિયાલિટી કમેકલ કંપનીનો શેર લિસ્ટિંગ પછી અત્યારસુધી 545% સુધી ઉપર ગયો છે. મે, 2019માં આ શેર 260 રૂપિયાના સ્તર પર હતો. હાલ આ શેર 1700 રૂપિયા આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
સ્પેશિયાલિટી કેમિકલ ક્ષેત્રને લઈને બ્રોકરેજ હાઉસિસ બુલિશ
સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતા ત્રિમાસિક દરમિયાન કંપનીએ વાર્ષિક ધોરણે 51.4 ટકાના વધારા સાથે 11 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ કર્યો હતો. કંપનીએ 38 ટકા વધારા સાથે 113 કરોડ રૂપિયાની આવક મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે સ્પેશિયાલિટી કેમિકલ ક્ષેત્રને લઈને બ્રોકરેજ હાઉસિસ ખૂબ જ સકારાત્મક છે. બ્રોકરેજ હાઉસિસ માની રહ્યા છે કે આગામી પાંચ વર્ષમાં સ્પેશિયાલિટી કેમિકલની ભાગીદારી ભારતમાં બેગણી રહેશે. છેલ્લા પાંચ વર્ષમાં સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરનો વિકાસ શાનદાર રહ્યો છે. આ સાથે જોડાયેલા અનેક શેર્સે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024