વિદેશ જતાં પહેલા સાવધાન : અમરિકામાં રહેતા નડિયાદના પટેલ યુવકની ગોળી મારીને કરવામાં આવી હત્યા

08-Dec-2021

હાલ અમેરિકાથી એક ખરાબ સમાચાર સામે આવી આવી રહ્યા છે. ત્યાં રહેતા નડિયાદના એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.મળેલી માહિતી મુજબ મૂળ ખેડા જિલ્લાના નડિયાદના વાતની અને હાલ અમેરિકાના કોલંબસ શહેરમાં સ્થાયી અમિત પટેલ ની લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અમિત પટેલ ત્યાંની લોકલ બેન્કમાં રૂપિયા જમા કરવા માટે ગયા હતા, ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવીછે.

 

તેમના પરિવારને આ ઘટનાની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. મૂળ નડિયાદના રહેવાસી 45 વર્ષની ઉમર ધરાવતા અમિત ઘણા સમયથી અમેરિકામાં રહે છે. તેઓને કોલંબસ સિટીમાં પોતાની માલિકીનું એક ગેસ સ્ટેશનન હતું. ઘટના સમયે તેમની દીકરીનો જન્મદિવસ હતો અને તે ત્રણ વર્ષની થઈ હતી. આ દીકરીએ પોતાના જન્મ દિવસે જ પિતાની છત્રછાયા ગુમાવી. તેમા બિઝનેસ પાર્ટનર વિની પટેલએ માહિતી આપી હતી કે અમિત પૈસા જમા કરાવવા ગયા હતા અને તેની 3 વર્ષની લાડલીનો જન્મદિવસ ઉજવવાનો પ્લાન કર્યો હતો.વિદેશોમાં અવારનવાર ગુજરાતી લોકોની હત્યાના આવા બનાવો બનતા હોય છે આથી સુરક્ષાના કારણોસર NRI લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવી ઘટનાઓ અટકે તે માટે ચોક્કસ પગલાં લેવામાં આવે. જોકે હત્યા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Author : Gujaratenews