વોકલ ફોર લોકલ થીમ પર લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા સુરતમાં પોસ્ટર લગાવાયા અને ડિજિટલ અભિયાન શરુ કરાયું

08-Oct-2022

ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વોકલ ફોર લોકલ મિશન અંતર્ગત લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા સુરત શહેરમાં જુદાં જુદાં સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

નજીકના સ્ટોર અને ઇન્ડિયન બ્રાન્ડ માંથી વધુમાં વધુ ખરીદી કરીને દેશનો પૈસો દેશમાં રહે એવી જાગૃતતા ફેલાવવાનો હેતુ

જેનો હેતું લોકો આસપાસની દુકાનોમાંથી, નજીકના સ્ટોર અને ઇન્ડિયન બ્રાન્ડ માંથી વધુમાં વધુ ખરીદી કરીને દેશનો પૈસો દેશમાં રહે એવી જાગૃતતા ફેલાવવાનો છે. આ ઉપરાંત ડિજિટલ માધ્યમોમાં શોસિયલ મીડિયા પર પણ પોસ્ટ બનાવડાવી આ બિઝનેસ મેન્સ એમને પ્રમોટ કરી રહ્યા છે. આ પોસ્ટર માં 'હું દિવાળીની ખરીદી લોકલ દુકાનદાર પાસેથી જ કરીશ અને કરાવીશ.' , ' દેશવાસીઓ કા એક હી નારા, આત્મનિર્ભર બને દેશ હમારા.' જેવા સ્લોગનો લખવામાં આવ્યા છે. આ અગાઉ ગત વર્ષે પણ આ પ્રકારનું જાગૃતતાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળતાં આ વર્ષે પણ આ મુહિમ ઉપાડવામાં આવી છે.

Author : Gujaratenews