Surat : મહિલાઓ આનંદો , રાજ્યની પહેલી મહિલા યુનિવર્સીટી સુરતમાં શરૂ થઇ

08-Sep-2021

શહેર(Surat ) અને સમસ્તે દક્ષિણ ગુજરાતભરમાં બહેનોના ઉત્થાન માટે પ્રયત્નશીલ એવી વનિતા વિશ્રામની રાજ્યની પ્રથમ યુનિવર્સીટીનો(Women’s University ) પ્રારંભ થઇ ચુક્યો છે. સુરતમાં 15 મે 1907 અખાત્રીજના દિવસે વિધવા અને ત્યક્તા બહેનોના ઉત્થાન માટે બાજીગૌરી મુન્શી અને શિવગૌરી ગજ્જર નામની બે વિધવા બહેનોએ વનિતા વિશ્રામ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.

આ વર્ષે પહેલી જૂનથી ગુજરાત સરકાર દ્વારા વનિતા વિશ્રામને ગુજરાતની પહેલી મહિલા યુનિવર્સીટી તરીકેની મંજૂરી આપવામાં આવી છે. મહિલાલક્ષી, રોજગારલક્ષી, અને કૌશલ્યલક્ષીઅભ્યાસક્રમો આ યુનિવર્સીટીમાં ચલાવવામાં આવશે. વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સીટીના શૈક્ષણિક વર્ષ 2021-2022નો પ્રારંભ આજથી થઇ ગયો છે.

શું હશે મહિલા યુનિવર્સિટીમાં?

 

સરકારે વનિતા વિશ્રામને યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે, ત્યારે આ યુનિવર્સિટીમાં મહિલાઓને પોતાની અનુકૂળતા અને સમય પ્રમાણે ભણતર પૂરું કરવાની છૂટ રહેશે. જે મહિલાઓ પર ઘર, પરિવાર થતાં બાળકોની જવાબદારી હોય તેવા માટે સગવડ ઉભી કરવામાં આવશે. જેમ કે એક વર્ષનો કોર્ષ હશે તો મહિલાઓ પોતાની અનુકૂળતાએ 2 વર્ષ, 5 વર્ષમાં ગમે ત્યારે પૂરું કરી શકશે.

 

મહિલાઓને ફ્લેકસીબીલીટી સાથે સ્વાવલંબી બનાવવા માટે એવી યુનિક વ્યવસ્થા ઉભી કરાશે, જે આજ સુધી કોઈપણ યુનિવર્સિટીમાં નથી મળી. જેમ કે કોમર્સ ભણતી વિદ્યાર્થિનીને અહીં એને લગતા અથવા એનાથી અલગ વિષયો પણ ભણવા મળી શકે છે. તે કોમર્સ સાથે મ્યુઝિક પણ ભણી શકે છે અથવા કોઈ વિષય અહીં ઉપલબ્ધ નથી તો તે બીજી યુનિવર્સિટીમાંથી તેનું શિક્ષણ લઈને એની ક્રેડિટ આ યુનિર્વર્સિટી મારફતે મળી શકશે.

 

 

 

કયા હશે અભ્યાસક્રમ?

 

સ્ત્રીસશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે શરૂ થનારી આ યુનિવર્સિટીમાં હવે અનેક અભ્યાસક્રમ શરૂ થશે, જે અનકન્વેશનલ સ્ટાઈલના હશે.

 

1. બી.એ.(અંગ્રેજી, ઈતિહાસ, મનોવિજ્ઞાન), બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી.

 

2. બેચલર ઈન વોકેશન જેમાં અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન, ફેશન ડિઝાઈનિંગ, હોસ્પિટાલીટી, ટુરિઝમ મેનેજમેન્ટ

 

3. માઈક્રોબાયોલોજી, ન્યુટ્રિશયન એન્ડ ડાયડેટિક્સ

 

આ સાથે અહીં દરેક પ્રકારની લેબોરેટરીની સુવિધા હશે, જેમ કે ફેશન ડિઝાઈનિંગ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ, માઈક્રોબાયોલોજી લેબ, સાયકોલોજી લેબ

 

કોરોનાકાળ પહેલા 14,000 છોકરીઓ અભ્યાસ કરતી હતી. સાથે જ આ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમ કે ટેનિસ, બેડમિન્ટન, જીમ વગેરે સગવડનો પણ લાભ મળશે. વનિતા વિશ્રામ ગુજરાતની પ્રથમ અને દેશની 19માં નંબરની મહિલા યુનિવર્સિટી બની છે.

જેમાં ગ્રેજ્યુએશન, ડીગ્રી કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએશન, પાર્લર, આયુર્વેદીક, નેચરોપથી જેવા કોર્સ ભણાવવામાં આવશે. આમ ફક્ત વિચારોથી નહીં સુવિધાની દ્રષ્ટિએ પણ આગળ વધવા માટે આ યુનિવર્સિટી દોડ લગાવી રહી છે. જે મહિલાઓને અનેક રીતે ઉપયોગી નીવડશે.

Author : Gujaratenews