પેટ્રોલ પહેલા CNGના ભાવમાં વધારો જીકાયો, જાણો ક્યાં પહોંચ્યો ! આજથી આટલા રૂપિયા મોંઘો થયો CNG ગેસ

08-Mar-2022

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક માર્કેટમા ઈંધણની કિંમતો પર દેખાઈ રહી છે. ત્યારે ક્રૂડ ઓઈલ અને કીમતી ધાતુઓની કિંમતમાં વધારા બાદ હવે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે CNGની કિંમતમાં વધારો કર્યો છે.આ સાથે દિલ્હી સહિત અન્ય શહેરોમાં સીએનજીના વધેલા ભાવ 8 માર્ચ મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે.

દિલ્હી-એનસીઆર સહિત દેશના અન્ય કેટલાક શહેરોમાં સીએનજીના ભાવમાં વધારાને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. CNGના ભાવમાં વધારાના નવા દર 8 માર્ચ (મંગળવાર) સવારે 6 વાગ્યાથી લાગુ થશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNGની કિંમતમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સીએનજીની કિંમત 57.01 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને 57.51 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એ જ રીતે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે. હવે ગ્રાહકોને 58.58 રૂપિયા પ્રતિ કિલોના બદલે 59.58 રૂપિયા પ્રતિ કિલોના ભાવે CNG ભરવામાં આવશે.

Author : Gujaratenews