સરકારની આ યોજના દ્વારા પરિણીત યુગલ દર મહિને મેળવી શકે છે 10,000 રૂપિયા

08-Feb-2022

અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) દરેક વ્યક્તિ પોતાના વૃદ્ધાવસ્થાની ચિંતા કરે છે. જો તમે તમારા વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે ઉજ્જવળ બનાવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. લોકોની જરૂરિયાતોને સમજીને, સરકાર ઘણી યોજનાઓ અમલમાં લાવી છે, જ્યાં તમે તમારી આર્થિક સધ્ધરતા મુજબ રોકાણ કરીને ભવિષ્યમાં સારો નફો મેળવી શકો છો. જો તમે તમારી નિવૃત્તિ (Retirement) બાદનું જીવન આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગતા હોવ તો, તો તમે સરકારની અટલ પેન્શન યોજના ( Atal Pension Yojana-APY ) માં રોકાણ કરી શકો છો.

અટલ પેન્શન યોજનામાં સુરક્ષાની સાથે રોકાણકારોને સારું વળતર મળે છે. યોજના હેઠળ, પતિ અને પત્ની પોતાના 2 અલગ અલગ ખાતા ખોલીને મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. એટલું જ નહીં, સરકારની આ યોજનાનો એક ફાયદો એ છે કે તે રોકાણકારોને ઈનકમટેક્સ બચાવવામાં પણ મદદ કરે છે.

આવો જાણીએ અટલ પેન્શન યોજના અંગે.

અટલ પેન્શન યોજનાના લાભ

કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા રોકાણના આધારે, તેમને આ અટલ પેન્શન યોજના હેઠળ દર મહિને રૂ. 1,000 અથવા તો 1000ના ગુણાકમાં રૂપિયા પાંચ હજાર સુધી મળશે. જો કોઈ વ્યક્તિ 5,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માંગે છે, તો તેણે 18 વર્ષની ઉંમરથી જ દર મહિને અટલ પેન્શન યોજના 210 રૂપિયા જમા કરાવવા પડશે. આ યોજનામાં 18 વર્ષની ઉમરે રોકાણ કરનારને 60 વર્ષની ઉમર બાદ દર મહિને રૂપિયા 5000નું પેન્શન મળે છે.

કેવી રીતે મેળવવું 10,000 રૂપિયાનું માસિક પેન્શન ?

જો કોઈ પરિણીત યુગલ દર મહિને રૂપિયા 10,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગે છે, તો તેઓ આ યોજના હેઠળ અલગથી તેમનું ખાતું ખોલાવી શકે છે. આમ કરવાથી તેમને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. જો પતિ-પત્નીની ઉંમર 30 વર્ષ કે તેથી ઓછી હોય, તો તેઓએ તેમના અટલ પેન્શન યોજનાના ખાતામાં દર મહિને રૂપિયા 577 રૂપિયાનું યોગદાન આપવું પડશે.

Author : Gujaratenews