દુબઈ જતા પહેલાં CM ની આજે કેબિનેટ બેઠક, ઓમિક્રોનની આફત અને વાયબ્રન્ટની તૈયારીઓની થશે ચર્ચા

07-Dec-2021

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આવતીકાલથી બે દિવસના દુબઈ-યુએઈના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે તે પૂર્વે આજે કેબિનેટની બેઠક યોજશે. આજે બોલાવાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને ઓમિક્રોનનું સંક્રમણ રોકવા લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરશે. આ સાથે વાયબ્રન્ટ સમિટની તમામ તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે.

જાહેર છે કે રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો છે. ઝડપથી ફેલાનારા ઓમિક્રોન સામે લડવા રાજ્ય સરકારે સારવાર-તબીબી સુવિધા સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ ઓમિક્રોન સામે નિયંત્રણો વધારવા અને સ્કૂલો બંધ કરવા સહિતની બાબતો અંગે હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Author : Gujaratenews