GANDHINAGAR : જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત આખરે થઇ ગઈ છે. રાજ્યના ચૂંટણીપંચે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation)ની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. રાજ્યના ચૂંટણીપંચે સત્તાવાર જાહેરાત કરતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 3-10-2021 ના રોજ યોજાશે, જ્યાં જરૂર પડશે ત્યાં 4-10-2021 ના રોજ પુનઃ મતદાન યોજાશે અને અને મતગણતરી તારીખ 05-10-2021 ના રોજ યોજાશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18-09-2021 છે અને ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તારીખ 21-09-2021 છે.
Author : Gujaratenews
25-Jun-2025