સુરતમાં અનોખી જાન: વરરાજા બળદગાડામાં, જાનૈયા મોંઘીદાટ કારમા માંડવે પહોંચ્યા, જય જવાન - જય કિસાનના નાદ સાથે દેશ ભકિતના સુરે અનોખા લગ્ન યોજાયા
07-May-2022
સુરતના મોટા વરાછા સુદામાચોક વિસ્તારમાં અનોખા લગ્ન યોજાયા હતા.આ જાનમા બેન્ડવાજાની જગ્યાયે ગુજરાત રાજ્ય સરકારની પોલીસ બેન્ડ , બગીની જગ્યાયે બળદ ગાંડુ , ચાંદલાની રકમ સેવાકીય પ્રવુતીમા વાપરવાનો નિર્ણય અને જય જવાન - જય કિસાનના નાદ સાથે દેશ ભકિતના સુરે અશ્વ સ્વારોને સંગ મોટા વરાછાના સુદામા ચોક પર નિકળી જાન .
મોટા વરાછા વીસ્તારમા સામાજીક પ્રવુતીઓ સાથે સંકળાયેલ અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રોનક ઘેલાણીએ પોતાના લગ્નને કાઇક અલગ જ યાદગાર બનાવવાનો નિર્ણય લીધો હતો. જેમા ૨ બળદગાંડા, ૧૫ જેટલા અશ્વસવારો , ૪૦ જેટલી ડેકોરેશન કરેલી ઇકોથી લઇને પોર્સ્ચે , BMW ,ઓડી સુધીની કાર અને રાજ્ય સરકારની પોલીસ બેન્ડ આકર્ષણનુ કેન્દ્ર બન્યુ હ્તુ. પરંતુ આ બધી કારમા જાનૈયાઓ બેઠા હતા અને વરરાજા તો દેશી બળદગાંડામા બેસીને લોકોને પોતાની જુની ઓળખ યાદ અપાવી હતી.
ઘેલાણી પરીવાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ ચાંદલાની રકમ સેવાકીય પ્રવુતીમા આપવામા આવી હતી. જેમા શ્રી ગોરક્ષનાથ આશ્રમ જુનાગઠ ખાતે ચાલતા અન્નક્ષેત્રમા ૧૧,૦૦૦ નુ અનુદાન , કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ ને ૨૧૦૦૦ નુ અનુદાન , ગૌકુળ ચેરીટેબલ ટ્રસ્ટ ને ૧૧,૦૦૦ , ગૌકુળ પરીવારને ૧૧,૦૦૦ નુ અનુદાન અને ગુજરાત પોલીસ બેન્ડને ૧૫,૦૦૦ની રકમ આપી અનોખી પહેલ કરી હતી.
આ લગ્ન પ્રસંગમા ગોરક્ષનાથ આશ્રમ ના મહંત પીરયોગી શેરનાથ બાપુ , કામરેજના ધારાસભ્ય વી.ડી.જાલાવડીયા , ગુજરાતના અગ્રણી ઉધોગપતી જીવરાજભાઇ ધારુકા , પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઇ સવાણી, સૌરાષ્ટ પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા , આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા , ખોડલધામ સુરતના કન્વીનર ધાર્મીકભાઇ માલવીયા, ગુજરાત પાસના કન્વીનર અલ્પેશભાઇ કથીરીયા અને અન્ય મહાનુભાવોએ આ અનોખા લગ્ન પ્રસંગમા હાજરી આપી આ ભવ્ય વિશેષ લગ્ન સમારોહને વધાવ્યા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025