સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય
મનપા દ્વારા મનીકાર્ડ ધારકોને અપાઇ રાહત
માત્ર 100 રૂપિયામાં આખો મહિનો બસમાં કરી શકાશે મુસાફરી
મનપા દ્વારા મનીકાર્ડ ધારકોને મોટી રાહત
સુરત મનપાની બીઆરટીએસ અને સિટી બસમાં માત્ર 3.30 રૂપિયામાં મુસાફરી કરી શકાશે. મનપા દ્વારા મનીકાર્ડ ધારકોને મોટી રાહત અપાઇ છે. સીટી અને BRTS બસમાં મુસાફરી સસ્તી કરાઇ છે. લોકોને રાહત આપતો મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આખા વર્ષમાં માત્ર 1000 રૂ. માં અનલિમિટેડ મુસાફરી રહેશે. પાસ ધારકોને 3 મહિનાનું માત્ર 300 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. જ્યારે 6 મહિના માટે પાસ ધારકે નવું 600 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. જ્યારે 1 મહિનાનું ભાડું માત્ર 100 રૂપિયા કરાયું છે. હાલ શહેરમાં 1575 સીટી બસો કાર્યરત છે. આ સાથે 140 BRTS અને 49 ઇલેક્ટ્રીક બસ કાર્યરત રહેશે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024