કોરોનાને લઇ સરકારની જાહેરાત : ધો. 1થી 9મા શાળા બંધ, કર્ફ્યૂ સમય પણ બદલાયો, 17 જેટલા નિયંત્રણો લાગુ

07-Jan-2022

રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના નિયમો કડક બનાવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોમાં ધોરણ 1થી 9 એમ પ્રાથમિક શિક્ષણ ફરીથી ઓનલાઈન કરવામાં આવ્યું છે. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે.

હાલ ગુજરાતમાં સંક્રમણની ગંભીરતાને જોતા નવી SOPમાં રાત્રિ કર્ફ્યૂ હાલનો રાતના 10થી 6નો રાત્રિ કર્ફ્યૂ કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં 400 અથવા બંધ હોલમાં ક્ષમતાના 50 ટકા, પરંતુ 400થી વધુ નહીં. જ્યારે અંતિમયાત્રામાં 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે. રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડા, નડિયાદ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે.

નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના કેસની સ્પીડ રોકેટગતિએ વધી રહી છે. અમદાવાદ તેમજ સુરતમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. બીજી તરફ, આજે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. રાત્રિ કર્ફ્યૂમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાત્રે 11 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે, જેમાં ફેરફાર કરીને આવતીકાલથી રાત્રે 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે, એવી SOP બની શકે છે, સાથે જ 8 મહાનગરમાં 9 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.

 

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાહેર

દુકાન,ગલ્લા,યાર્ડ, સલૂન રાત્રે 10 સુધી જ ચાલુ રાખી શકાશે

સ્પા, બ્યૂટી પાર્લર,શોપિંગ કોમ્પ્લેક્સને રાત્રે 10 સુધીની જ છૂટ

હોટલ,રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે

રાજકીય, સામાજિક સહિતના કાર્યક્રમો પર પણ અંકુશ

ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ સાથે કાર્યક્રમને છૂટ

બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની છૂટ

ખુલ્લા સ્થળોમાં લગ્નમાં 400 વ્યક્તિઓ સુધીની છૂટ

લગ્નપ્રસંગો બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકાની જ છૂટ

અંતિમવિધિ, દફનવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી

સરકારી, પ્રાઈવેટ એસી નોન બસમાં 75 ટકા ક્ષમતાને મંજૂરી

સિનેમા હોલ, જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી

લાઈબ્રેરી,ઓડિટોરીયમ,મનોરંજક સ્થળોમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી

જાહેર બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે

ધો. 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતામાં મંજૂરી

ધો. 1 થી 9ના ઓફલાઇન વર્ગ બંધ 

31 જાન્યુઆરી સુધી બંધ કરાયા વર્ગ

માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે

1) રાત્રિ કર્ફ્યું : રાજયના અમદાવાદ શહેર , વડોદરા શહેર , સુરત શહેર , રાજકોટ શહેર , ભાવનગર શહેર , જામનગર શહેર , જુનાગઢ શહેર , ગાંધીનગર શહેર , ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર , અને નડીયાદમાં દરરોજ રાત્રિના ૧૦.૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રિ કર્યુ અમલમાં રહેશે .

2) વ્યપારની પ્રવૃત્તિઓ : ઉપરોકત શહેરોમાં સામે દર્શાવેલ વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

3) હોટેલ અને રેસ્ટોરન્ટ : બેઠક ક્ષમતાના ૭૫ % સાથે રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે . હોટેલ / રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના ૧૧:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે .

 

Author : Gujaratenews