કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ચિંતા વધી, પાંચ રાજ્યોમાં વાયરસ પ્રવેશ્યો, એક દિવસમાં 17 નવા કેસ સામે આવ્યા
06-Dec-2021
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ચિંતા વધી, પાંચ રાજ્યોમાં વાયરસ પ્રવેશ્યો, એક દિવસમાં 17 નવા કેસ સામે આવ્યા છે. રવિવારે દેશમાં કોવિડ-19(Covid 19)ના નવા પ્રકાર ઓમિક્રોન(Omicron)ના 17 વધુ કેસ નોંધાયા છે. જેમાંથી નવ રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુરમાં, સાત મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં અને એક દિલ્હીમાં છે. ત્યારથી, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે. જેઓ સંક્રમિત મળી આવ્યા છે તેમાંથી મોટાભાગના લોકો તાજેતરમાં જ આફ્રિકન દેશો(African Country)માંથી આવ્યા છે અથવા આવા લોકોના સંપર્કમાં હતા.
આ સાથે ચાર રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીમાં વધુ ચેપી પ્રકૃતિના કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે જયપુરમાં જે નવ લોકો સંક્રમિત મળી આવ્યા છે તેમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા છે. . રાજસ્થાનના મેડિકલ સેક્રેટરી વૈભવ ગલેરિયાએ કહ્યું, ‘સંક્રમિત લોકોના જીનોમ સિક્વન્સિંગે પુષ્ટિ કરી છે કે નવ લોકો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.
20-Aug-2024