સરકારના નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ પ્રખ્યાત ગાયકો ચાર ચાંદ લગાવશે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે પ્રારંભ
06-Oct-2021
GANDHINAGAR : વિક્રમ સંવત-2077 ને આસો સુદ એકમ તા.7-10-2021 ને ગુરૂવારથી શરૂ થતા નવરાત્રી મહોત્સવ એટલે અધર્મ પર ધર્મનો વિજયનું પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. આવા પાવન પ્રસંગે પ્રવાસન વિભાગ દ્વારા રાજયમાં આવેલ આસ્થાના પ્રતીક સમાન માતાજીઓના વિવિધ મંદિરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને નવરાત્રી મહોત્સવનો પ્રારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાત રાજયના પ્રખ્યાત લોક કલાકારો અને લોક ગાયકો દ્વારા રાજયના વિવિધ અને પ્રચલિત મંદિરોના પટાંગણમાં નવરાત્રીની પારંપરિક ઉજવણી રાજયની કોવિડ ગાઇડલાઇનને અનુસરીને કરવાનું નિર્ધારેલ છે.આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરેલ છે.
નોરતું-1
પ્રથમ નોરતાના દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભદ્રકાળી મંદિર, લાલ દરવાજા, અમદાવાદ ખાતે માતાજીની મહાઆરતીથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવશે.લોક કલાકાર સ ઐશ્વર્યા મજમુદાર સુરીલા કંઠે માતાજીની આરાધના કરાવશે.
નોરતું-2
બીજા નોરતાના દિવસે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં શ્રી ઉમિયા માતા મંદિર, ઉંઝા ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર આદિત્ય ગઢવી તથા અરવિંદ વેગડા ગીતો ગાશે.
નોરતું-3 અને 4
ત્રીજા અને ચોથા નોરતાના દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં શ્રી માતાનો મઢ, કચ્છ ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર સુ.શ્રી ગીતાબેન રબારી ગીતો ગાશે.
નોરતું-5
પાંચમા નોરતાના દિવસે રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન કીરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં શ્રી ચામુંડા માતા મંદિર, ચોટીલા ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર શ્યામલ શૌમિલ તથા આરતી મુન્શી ગીતો ગાશે.
નોરતું-6
છઠ્ઠા નોરતાના દિવસે રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન આર.સી.મકવાણા ની ઉપસ્થિતિમાં શ્રી ખોડીયાર માતા મંદિર, રાજપરા, ભાવનગર ખાતે નવરાત્રી મહોત્સવ.માં લોક કલાકાર ફરીદા મીર અને દેવાંગ પટેલ ગીતો ગાશે.
નોરતું-7
સાતમા નોરતાના દિવસે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભા પટેલની ઉપસ્થિતિમાં શ્રી ઉનાઇ માતા મંદિર, નવસારી ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર ઉમેશ બારોટ અને ઉર્વશી રાદડીયા ગીતો ગાશે.
નોરતું-8
આઠમા નોરતાના દિવસે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર ઓસ્માણ મીર અને ડીમ્પલ પંચોલી ગીતો ગાશે.
નોરતું-9
નવમા નોરતના દિવસે રાજ્યના શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં અંબાજી માતા મંદિર, અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવમાં લોક કલાકાર પાર્થ ઓઝા અને સંજય ઓઝા ગીતો ગાશે.
અહીં ઉજવાશે દશેરા મહોત્સવ
આ પ્રસંગે પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે,ઉત્સવો અને તહેવારો તો સનાતન હિન્દુ સંસ્કૃતિનો પ્રાણ છે. આ તત્વને ચરીતાર્થ કરનારા નવરાત્રીના નવ દિવસ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. આસો સુદ દશમના દિવસે રાવણ સામે ભગવાન શ્રીરામનો વિજય, અધર્મ અને આસુરી શક્તિના પ્રતિક રાવણ ઉપર ધર્મ અને સંસ્કૃતિના પરમ રક્ષક ભગવાન શ્રીરામના વિજયની સ્મૃતિમાં સમગ્ર ભારત વર્ષમાં દશેરા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
સમગ્ર ભારત વર્ષ માટે ગૌરવાન્વીત એવા સાંસ્કૃતિક અને ઐતિહાસિક “દશેરા મહોત્સવ”ની ઉજવણીનું આયોજન રાજયમાં પ્રથમ વખત એવા સ્થળે કે જ્યાં સબરી માતાએ દિર્ઘકાળ સુધી ભક્તિ અને પ્રભુની કરેલ પ્રતિક્ષાના ફળ સ્વરૂપે ભગવાન શ્રીરામ દ્વારા સબરી માતાને દર્શન આપીને તેમને મુક્તિ આપી હતી તે સ્થળે સબરી માતાને થયેલ ભગવાન શ્રીરામના સાક્ષાત્કાર સ્થળનું જનમાનસમાં ચિરકાળ સુધી સ્મરણ રહે તેવા ઉમદા ઉદ્દેશથી ડાંગ જીલ્લાના સુબિર ગામે આવેલા સબરીધામ ખાતે દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024