દિવાળી પહેલા ઘર ખરીદનારાઓ માટે મોટા સમાચાર: જુઓ બૅન્કોનું લિસ્ટ, શેમાં કેટલો છે ઇંટ્રેસ્ટ રેટ

06-Oct-2021

દિવાળીના સમયે ઘરની ખરીદી કરનારા લોકો માટે ઘર ખરીદવાની અત્યારે સારી તક છે. અત્યારે હોમ લોન પર વ્યાજ દર એક દાયકાના સૌથી નિચલા સ્તરે છે. તહેવારોની સિઝન શરુ થઇ છે. એવામાં બેંક અને બિલ્ડરો બંને તરફથી ઘણી સ્પેશિયલ ઓફર આપવામાં આવી રહી છે. છેલ્લાં થોડા સમયમાં ઘણી બેંકોએ હોમ લોન પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આવો જાણીએ, જે બેંકોએ તાજેતરમાં હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

શુક્રવારે યસ બેંકે હોમ લોન પરના વ્યાજ દરમાં 2.25 ટકાનો ઘટાડો કર્યો છે. જેને પગલે બેંકમાંથી હોમ લોન હવે 6.70 ટકાના દરે લઇ શકાય છે. જ્યારે નોકરીયાત મહિલાઓ માટે આ વ્યાજ દર 6.65 ટકા રહેશે. Yes Bank ની આ ફેસ્ટિવલ ઓફર 31 ડિસેમ્બર 2021 સુધી ચાલશે. હોમ લોન માટેના કાર્યકાળને 35 વર્ષ સુધી રાખવામાં આવ્યો છે. જેનાથી EMIનું ભારણ વધારે ઘટી જશે. આ સિવાય બીજી બેંકના ગ્રાહકો બેલેન્સ ટ્રાન્સફરની મદદથી પણ આ ઓફરનો લાભ લઇ શકે છે. Yes Bank ની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ, અત્યાર સુધી હોમ લોન માટે બેંકનો ન્યુનત્તમ વ્યાજ દર 8.95 ટકા અને મહત્તમ વ્યાજ દર 11.80 ટકા હતો.

શુક્રવારે ICICI બેંકે પણ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે 6.7 ટકાના દરે હોમ લોન મળી રહેશે. પ્રોસેસિંગ ફી માત્ર 1100 રૂપિયા હશે. આ સુવિધા બેલેન્સ ટ્રાન્સફર પર પણ છે. જો કોઈ પર્સનલ લોન લેવા ઈચ્છે છે તો તેનો વ્યાજ દર 10.25 ટકાથી શરુ થઇ રહ્યો છે. ICICI અત્યારે હોમ લોન સિવાય ઓટો લોન, ટુ-વ્હીલર લોન દરેક લોન પર કોઈ ઓફર આપી રહ્યું છે.

 

બજાજ હાઉસિંગ ફાયનાન્સની ઓફર

બજાજ હાઉસિંગ ફાયનાન્સ પગારદાર કર્મચારીઓ માટે હોમ લોન પર વ્યાજ દરને 6.75 ટકાથી ઘટાડીને 6.70 ટકા કર્યા છે. જો કોઈ વ્યક્તિની હોમ લોન પહેલેથી જ ચાલી રહી છે તો તે બેલેન્સ ટ્રાન્સફરની મદદથી આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. જો કોઈ વ્યક્તિનો પગાર સારો છે તો તેનો ક્રેડિટ સ્કોર સારો છે. તો તે 5 કરોડ સુધી હોમ લોન લઇ શકે છે. આ લોન 30 વર્ષ માટે લઇ શકાય છે. રિઝર્વ બેન્કની ગાઈડલાઈન હેઠળ પ્રી-પેમેન્ટ પર કોઈ ચાર્જ કપાશે નહીં.

 

HSBC બેન્કે વ્યાજ દર 6.45 ટકા કર્યા 

ખાનગી ક્ષેત્રની HSBC બેન્કે હોમ લોનના વ્યાજ દરો ઘટાડ્યા છે. વ્યાજ દરને 0.10 ટકા ઘટાડી 6.45 ટકા કર્યા છે. આ સુવિધા કોઈ બીજી બેન્કના લોન બેલેન્સ ટ્રાન્સફર માટે પણ છે. આ દેશમાં સૌથી સસ્તી હોમ લોન છે. તો નવી લોન માટે HSBC બેન્ક 6.70 ટકાના દરે હોમ લોનનો પ્રસ્તાવ કરી રહ્યું છે. આ વ્યાજ દર જાહેર ક્ષેત્રની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંક દ્વારા અપાતા પ્રસ્તાવની તુલનાએ છે.

LIC હાઉસિંગ ફાયનાન્સની ઓફર

તહેવારોની મોસમ પહેલાં હોમ લોનને લઇ ઘણી બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ ઉપરાંત ઘણી ઓફર પણ આપી છે. એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સ 2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન હવે 6.66 ટકાના વ્યાજ પર આપશે. પહેલા આ ઓફર ફક્ત 50 લાખ રૂપિયા સુધીની લોન પર અપાતી હતી.

SBI, HDFC, PNB, BoB ની ઓફર

અગાઉ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (HDFC), સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB) અને કોટક મહિન્દ્રા બેંકે હોમ લોન પર વ્યાજ દરો ઘટાડ્યા છે. PNBએ હોમ લોનના દર ઘટાડી 6.55 ટકા કર્યા છે. જ્યારે કોટક મહિન્દ્રા બેંકે હોમ લોનના વ્યાજ દર 6.5 ટકા નક્કી કર્યા છે. એચડીએફસીએ 6.70 ટકાના દરે ગ્રાહકોને હોમ લોન આપવાનો નિર્ણય કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ હોમ લોનના વ્યાજ દર ઘટાડી 6.70 ટકા કર્યા છે. બેંક ઓફ બરોડાએ પણ હોમ લોનના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. હવે વ્યાજ દર 6.75 ટકા નક્કી કર્યા છે.

મોટા વરાછામાં સુદામા ચોક પાસે સુમેરુ સ્કાયમાં નમસ્તે consultancy લોન ફર્મ ચલાવનારા નિકુંજભાઈ વાઘેલા (9574434438) એ જણાવ્યું હતું કે એક્સિસ બેંકમાં પણ 6.65 ટકાથી 6.90 સુધીના હોમ લોનના દર ચાલી રહ્યા છે. અમારો કોઈ કન્સલ્ટિંગ ચાર્જ નથી પરંતુ અમે ગ્રાહકોને સંપૂર્ણ હોમ લોનની જાણકારી આપીને ઓછામાં ઓછી ટકાવારી માં લોન કરાવી આપીએ છીએ.

Author : Gujaratenews