જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા:કુલ 725 પૈકી 528 મત મળ્યા; માર્ગરેટ અલ્વાને 346 મતથી હરાવ્યા, PM મોદીએ મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા

06-Aug-2022

જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા છે. કુલ 725 પૈકી 528 મત મળ્યા; માર્ગરેટ અલ્વાને 346 મતથી હરાવ્યા, PM મોદીએ મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.

જગદીપ ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ હશે. શનિવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં તેમણે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતા. ચૂંટણીમાં કુલ 725 સભ્યોએ મત આપ્યા હતા. આ પૈકી ધનખડને 528 મત મળ્યા હતા, જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 182 મત મળ્યા. 15 મત ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા.

Author : Gujaratenews