આજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે, ધનખડનો દમ જોવા મળશે કે માર્ગારેટ આલ્વાનો જાદુ

06-Aug-2022

પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ ન સાધવાના પ્રયાસોને ટાંકીને મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની જાહેરાત કરી હોવાથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી(Vice President poll 2022)ને લઈને વિપક્ષી પક્ષોમાં પણ મતભેદો સામે આવ્યા છે.

દેશના નવા ઉપરાષ્ટ્રપતિની (vice president) ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. જેમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડ (jagdeep dhankhar)અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચે મુકાબલો છે. આંકડાની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ધનખરની જીત નિશ્ચિત જણાય છે.

Author : Gujaratenews