ઈરાકમાં બોમ્બ બ્લાસ્ટ, ચેકપોઈન્ટ પર ISIS દ્વારા હુમલો, ઓછામાં ઓછા 13 પોલીસકર્મીના મોત

05-Sep-2021

Attack In Iraq : વૈશ્વિક આતંકવાદી સંગઠન ISIS એ ઇરાકના ઉત્તરમાં આવેલા કિરકુક શહેરમાં ચેકપોઇન્ટ પર જીવલેણ હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 13 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. સુરક્ષા સંબંધિત સૂત્રોએ આ હુમલાની પુષ્ટિ કરી છે. ત્યારે ઇરાક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે, “આ હુમલો રવિવારે વહેલી સવારે થયો હતો. ISIS ના આતંકવાદીઓ સતત ઇરાકની પોલીસ અને સેનાને નિશાન બનાવી રહ્યા છે.” આ હુમલાને (Attack) આ વર્ષનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર આ હુમલો કિરકુક શહેરના અલ-રશાદ વિસ્તારમાં થયો હતો. અધિકારીએ આ હુમલા અંગે જણાવ્યુ કે, “ISIS ના સભ્યોએ ફેડરલ પોલીસ ચોકીને (Fedaral police Staion)નિશાન બનાવી છે. જેમાં 13 પોલીસકર્મીઓના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. જો કે ISIS એ હુમલાની જવાબદારી હજુ સુધી સ્વીકારી નથી.”

Attack In Iraq : ઈરાકમાં ચેકપોઈન્ટ પર ISIS દ્વારા હુમલો, ઓછામાં ઓછા 13 પોલીસકર્મીના મોત

ISIS attack on Iraq

Attack In Iraq : વૈશ્વિક આતંકવાદી સંગઠન ISIS એ ઇરાકના ઉત્તરમાં આવેલા કિરકુક શહેરમાં ચેકપોઇન્ટ પર જીવલેણ હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 13 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. સુરક્ષા સંબંધિત સૂત્રોએ આ હુમલાની પુષ્ટિ કરી છે. ત્યારે ઇરાક પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે, “આ હુમલો રવિવારે વહેલી સવારે થયો હતો. ISIS ના આતંકવાદીઓ સતત ઇરાકની પોલીસ અને સેનાને નિશાન બનાવી રહ્યા છે.” આ હુમલાને (Attack) આ વર્ષનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર આ હુમલો કિરકુક શહેરના અલ-રશાદ વિસ્તારમાં થયો હતો. અધિકારીએ આ હુમલા અંગે જણાવ્યુ કે, “ISIS ના સભ્યોએ ફેડરલ પોલીસ ચોકીને (Fedaral police Staion)નિશાન બનાવી છે. જેમાં 13 પોલીસકર્મીઓના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. જો કે ISIS એ હુમલાની જવાબદારી હજુ સુધી સ્વીકારી નથી.”

ISIS સતત ઈરાક પર હુમલા કરી રહ્યું છે

ઈરાકની સરકારે 2017 ના અંતમાં જણાવ્યુ હતું કે તેણે આતંકવાદી સંગઠન ISISને હરાવી દીધું છે, પરંતુ તેની પાસે સ્લીપર સેલ છે જેની મદદથી તે સુરક્ષા દળો પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. આતંકવાદીઓ ઉત્તરીય ઇરાકમાં ઇરાકી સૈન્ય અને પોલીસને (Police)નિશાન બનાવી રહ્યા છે. આ પહેલા 19 જુલાઈના રોજ, ISIS એ સદર શહેરના અલ-વોહલેટ બજાર પર હુમલો કર્યો હતો અને સત્તાવાર રીતે જવાબદારી લીધી હતી. આ હુમલામાં 30 લોકોના મોત થયા હતા.

ISIS ને હરાવવાનો પ્રયાસ

ઈરાકમાં આંતરરાષ્ટ્રીય ગઠબંધન સૈનિકોની સંખ્યા હાલમાં 3,500 છે, જેમાંથી 2,500 યુએસ સૈનિકો છે. આ તમામ સૈનિકો ISIS ને હરાવવાના પ્રયાસોમાં રોકાયેલા છે. પરંતુ અમેરિકી સરકારે (America)તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે આ દેશમાંથી તેના સૈનિકોને ઘટાડશે. જે બાદ યુએસ મિલિટરીનું કામ માત્ર ઇરાકી સુરક્ષા દળોને તાલીમ અને સલાહ આપવાનું રહેશે. 29 ઓગસ્ટના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (President Emanuel Macron)ઇરાકી કુર્દિસ્તાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે ઇરાક અને સીરિયા બંનેમાં ISISના આતંક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Author : Gujaratenews