મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો આજે હંગામો, જંતર-મંતર સિવાય નવી દિલ્હીમાં ધારા 144 લાગુ

05-Aug-2022

કોંગ્રેસ આજે બેરોજગારી અને મોંઘવારીને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભા સભ્યો સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. જેના કારણે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ (National Congress) આજે દેશવ્યાપી પ્રદર્શન કરશે. જે અંતર્ગત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના સભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના વડા પ્રધાનના આવાસનો ઘેરાવ કરવાની યોજના છે. આ કારણે જંતર-મંતર સિવાય નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં CrPC ની કલમ 144 (Section 144) લાગુ કરવામાં આવી છે.

Author : Gujaratenews