‘Pushpa’ સ્ટાઈલમાં ચોરે કરી લાલ ચંદનની તસ્કરી, પોલીસે કરી ધરપકડ, લોકોએ કહ્યું ‘ચોર ભૂલી ગયો કે પોલીસે પણ પુષ્પા જોઈ છે’

05-Feb-2022

અલ્લુ અર્જુનની તમિલ એક્શન ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ (Pushpa: The Rise) કેટલી શાનદાર સાબિત થઈ, તેનો અંદાજ માત્ર ફિલ્મના કલેક્શનને જોઈને જ નહીં પણ લોકોની ખુશી જોઈને પણ લગાવી શકાય છે. તેના ડાયલોગ્સ, ગીતો, અલ્લુ અર્જુનની સ્ટાઈલ લોકોને ખુબ પસંદ આવી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ સેલિબ્રિટીઓ પણ સોશિયલ મીડિયા (Social Media) પર રિલ્સ બનાવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી માત્ર કલાકારો અને ખેલાડીઓ જ ફિલ્મથી પ્રેરિત થતા હતા, હવે ચોર અને પોલીસ પણ ફિલ્મના દિવાના જોવા મળી રહ્યા છે. હા, તમે બરાબર વાંચ્યું, ફિલ્મથી પ્રેરિત એક વ્યક્તિએ લાલ ચંદનની તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેને પકડી લીધો હતો.

મામલો મહારાષ્ટ્રનો છે જ્યાં પોલીસકર્મીઓને એક ટ્રક મળી છે જેમાં પુષ્પા સ્ટાઈલમાં એક ચોર કરોડોની કિંમતના લાલ ચંદન લઈને જઈ રહ્યો હતો. જોકે પોલીસે તેને પકડી લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર યાસિન ઈનાયથુલ્લા નામનો આ વ્યક્તિ કર્ણાટક-આંધ્ર બોર્ડરથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તામાં લાલ ચંદનથી ભરેલી ટ્રક સાથે ઝડપાયો હતો.પોલીસે જણાવ્યું કે ફિલ્મ પુષ્પાથી પ્રેરિત યાસીને પ્રથમ ટ્રકમાં લાલ ચંદન રાખ્યું હતું. આ પછી તેની ઉપર ફળો અને શાકભાજીના બોક્સ મૂકવામાં આવ્યા હતા. જે ટ્રક વડે તે તસ્કરી કરતો હતો. તેના પર કોવિડ-19 આવશ્યક ઉત્પાદનોનું સ્ટીકર પણ હતું.

આ ઘટનાની તસવીર યુપી કેડરના આઈપીએસ અધિકારી સુક્રિતિ માધવ મિશ્રાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી અને તેમને કેપ્શન લખ્યું હતું કે ‘રીલ લાઈફમાં પુષ્પા ઝુકશે નહીં અને વાસ્તવિક જીવનમાં પુષ્પા ઝુકશે અને ધરપકડ પણ થશે. હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ સમાચાર પછી સોશિયલ મીડિયા યુઝર્સ વ્યક્તિની જોરદાર મજા લઈ રહ્યા છે.

Author : Gujaratenews