નવી દિલ્હી: SBI Changes Rule: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી છે કે હવે તેની દરેક બ્રાન્ચમાં મની ટ્રાન્સફર માટે ઈમિડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) ની લિમિટ વધારી દીધી છે. બેંક તરફથી અપાયેલી જાણકારી મુજબ એક ફેબ્રુઆરી 2022થી IMPS ટ્રાન્ઝેક્શન માટે એક નવો સ્લેબ જોડવામાં આવ્યો છે. આ નવો સ્લેબ 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીનો છે. 2 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા વચ્ચેની રકમ માટે IMPS દ્વારા પૈસા મોકલવા માટે 20 રૂપિયા પ્લસ જીએસટી હશે. IMPS બેંકો તરફથી અપાતી એવી પેમેન્ટ સર્વિસ છે જે રિયલ ટાઈમમાં ઈન્ટર બેંક ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સેવા 24 X 7 ઉપલબ્ધ હોય છે. જેમાં રવિવાર અને તમામ રજાઓ સામેલ છે.
જાણો શું છે આ IMPS?
IMPS એટલે કે ઈમીડિએટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ જેના દ્વારા કોઈ પણ ખાતાધારકને ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. તેમાં પૈસા મોકલવા માટે સમય અંગે કોઈ મર્યાદા નથી. આ ખાસ સર્વિસ હેઠળ તમે સપ્તાહના સાતેય દિવસ 24 કલાકમાં ગમે ત્યારે IMPS દ્વારા ગણતરીની પળોમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
05-Mar-2025