આમલેટ બનાવી રહ્યો હતો દુકાનદાર, ત્યારે ઇંડામાંથી બચ્ચું નિકળીને કૂદવા લાગ્યું

05-Jan-2022

Viral Video: સોશિયલ મીડિયા પર આપણને ઘણા ચોંકાવનારા વીડિયો જોવા મળે છે. તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોયા પછી આપણને આપણી આંખો પર વિશ્વાસ થતો નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શું થાય છે તે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. વીડિયો જોયા પછી તમે વિચારવા પર મજબૂર થઈ જશો કે શું આવું થઈ શકે?ઇંડામાંથી નિકળે છે બચ્ચું.

વાયરલ વીડિયો એક દુકાનનો છે. તે જોઈ શકાય છે કે એક દુકાનદાર એક મોટા તવા પર ઈંડાને તોડીને આમલેટ બનાવવા જઈ રહ્યો છે. આ દરમિયાન ઈંડું ફોડ્યા પછી જે થાય છે તે જોઈને ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા, કારણ કે આમલેટ બનાવતી વખતે ઈંડામાંથી બચ્ચું બહાર આવે છે. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આવો નજારો ભાગ્યે જ લોકોએ જોયો હશે.

શું તમને લાગે છે કે જ્યારે તમે ઈંડું તોડશો ત્યારે તેમાંથી બચ્ચું બહાર આવી શકે છે? પરંતુ આ વિડિયોમાં એવું જ છે. તમે જોઈ શકો છો કે દુકાનદાર આમલેટ બનાવવા માટે એક મોટા તવા પર ઈંડું તોડી રહ્યો છે. પહેલા તે બે ઈંડા તોડે છે. આ પછી, તે તવા પર વધુ એક ઈંડું તોડતા જ તે ઈંડામાંથી એક બચ્ચું બહાર આવે છે અને કૂદવાનું શરૂ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બચ્ચું તવાની ગરમીથી કૂદાકૂદ કરવા લાગે છે. 

 

Author : Gujaratenews