વિશાખાપટ્ટનમ તા.3
આંધ્ર પ્રદેશ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રાધિકરણના આયુક્તે કન્ના બાબૂએ કહૃાું કે શુક્રવાર રાતે બંગાળની ખાડીના તટ પર 45-65 કિમી પ્રતિ કલાકની ગતિથી હવાઓ ચાલવાની શક્યતા છે અને શનિવારે સવાર સુધી આ હવાઓની સ્પીડ 70-90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવતી તોફાનના પરિણામ સ્વરુપ ઉત્તરી તટીય જિલ્લામાં વિભિન્ન સ્થાનો પર મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
સીએમ વાઈ એસ જગન મોહન રેડ્ડીએ ગુરુવારે શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી અને તોફાનને ધ્યાનમાં રાખીને તેમને તમામ ઐતિહાસિક પગલા ભરવાના નિર્દેશ કર્યા. ચક્રવાતના ધ્યાનમાં રાખી 4 ડિસેમ્બર માટે તટીય આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં રેડ એલર્ટ જારી કર્યુ છે.
આંધ્રના મુખ્યમંત્રીએ તમામ પગલા ભરવાના નિર્દેશ કર્યા

જવાદ વાવાઝોડાને લીધે બે દિવસમાં 100 ટ્રેન રદ કરાઈ
વિશાખાપટ્ટનમ, તા.3
બંગાળની ખાડીમાં સર્જાયેલુ વાવાઝોડુ જવાદ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કિનારા તરફ આગળ વધી રહૃાુ છે.જેના પગલે આ રેલવે દ્વારા 3 અ્ને ચાર ડિસેમ્બરના રોજ 100 ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે.
રેલવેએ કહૃાુ છે કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.દરમિયાન હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યુ છે.આગાહી પ્રમાણે આ વાવાઝોડુ શનિવારે સવારે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા પર ટકરાઈ શકે છે.જેના પગલે બંને રાજ્યોમાં ભારે વરસાદની અને પૂરની આગાહી પણ કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું જવાદમાં પરિવર્તિત થઈ શકે છે. એ શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી લગભગ 770 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં મોડી રાત્રે બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.સવારે પશ્ર્ચિમ-મધ્યને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં આ દબાણ ભારે ડિપ્રેશનમાં પરિણમ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 કલાકમાં એ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને તે શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે. જણાવીએ કે આ વખતે ચક્રવાત જવાદનું નામ સાઉદી અરબે આપ્યું છે. જવાદનો અરબીમાં અર્થ ઉદાર કે દયાળુ થાય છે.ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગંગાના પશ્ર્ચિમ બંગાળના ઘણા ભાગોમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવે છે અને ખાસ કરીને ખેતીના પાકને નુકસાન અંગે ચેતવણી જારી કરવામાં આવી છે.
વાવાઝોડા જવાદને પગલે વડાપ્રધાન મોદીએ પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત એજન્સીઓની તૈયારી બાબતની સમીક્ષા કરી હતી.ઓડિશા સરકારે ચક્રવાત જવાદથી થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ કહૃાું હતું કે સરકાર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ રાજ્ય ફાયર સર્વિસ અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ સહિત 266 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાંથીએનડીઆરએફની 29 ટીમને તહેનાત કરી દેવામાં આવી છે અને 33 ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024