સુરત ભાજપ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ બનવા બદલ પૂજ્ય શ્રી નૌતમ સ્વામીની અધ્યક્ષતામાં સમસ્ત લીમધ્રા ગામ દ્વારા પ્રવીણ ભાલાળાનું સન્માન કરવામાં આવ્યું
04-Oct-2021
સૌરાષ્ટ્ર વાસી સૌરાષ્ટ્ર થી સુરત આવી મૂળ સુરતીઓ સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા ખાલી ભળી જ ગયા તેમ નહિ સુરત આવીને સૌરાષ્ટ્રના દરેક સમાજે ખુબ પ્રગતિ પણ કરી. આજે સુરતમાં સૌરાષ્ટ્ર વાસીઓનો દબદબો છે તેનું કારણ તે લોકો સંગઠિત રહે છે અને સામાજિક રીતે પણ અગ્રેસર રહે છે. ક્યાંક ગામના, ક્યાંક સમાજના તો ક્યાંક કુટુંબના સ્નેહમિલનના માધ્યમથી એક રહેવાનો પ્રયાસ કરતા રહે છે.
આવી જ રીતે જૂનાગઢ જિલ્લામાં આવેલ લીમધ્રા ગામનો સુરત ખાતે પાંચમોં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં સુરતમાં વસતા સમસ્ત લીમધ્રા ગામ પરિવારના ૪૦૦ લોકોના આ સ્નેહમિલન સમારોહમાં ગામના આગેવાન શ્રી પ્રવીણ ભાલાળાનું ભવ્ય સન્માન કરાયું હતું.
આ તકે પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે અમારું ગામ ખુબ નાનું અને પછાત છે અમારા ગામના કોઈ મોટા અધિકારી કે નેતા નથી માટે સ્વાભાવિક છે કે મને જયારે સુરત ભાજપ દ્વારા કિસાન મોરચાના ઉપાધ્યક્ષ કરીકેની જવાબદારી મળી છે તો ગામના લોકોને ગૌરવ અને હરખ હોય તે લોકોએ આજે મારું સન્માન કરીને મારી જવાબદારી વધારી છે.
ગામના દીકરી-દીકરાઓને પણ ગામ માટે આગળ લાવવા અમે પ્રયાસ કરીશું.
આ સ્નેહમિલનમાં વડતાલ ધામથી પૂજ્ય શ્રી નૌતમ સ્વામી, ઘનશ્યામભાઈ લાખાણી, સતીષભાઈ પટેલ અને અમિતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024