ગાંધીનગરમાં ભીખુભાઇ દલસાણીયાનો શુભેચ્છા સમારંભ

04-Oct-2021

ગાંધીનગર: ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત બિહાર પ્રદેશના સંગઠન મહામંત્રી તથા પ્રદેશ પૂર્વ સંગઠન મહામંત્રી આદરણીય ભીખુભાઈ દલસાણીયાજીના શુભેચ્છા કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ,પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી,કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ,પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ,સંઘ પરિવારના વરિષ્ઠ અગ્રણીઓ, પ્રદેશ પદાધિકારીઓ,રાજ્ય સરકારના મંત્રીઓ,પૂર્વ મંત્રીઓ, સાંસદો,ધારાસભ્યઓ તથા સંગઠનના હોદ્દેદારો સાબરકાંઠા જિલ્લામાંથી પ્રભારી ભરતભાઇ આર્ય જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ, સંસદસભ્ય દિપસિંહ ,પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા ,પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિત ,પૂર્વ મહામંત્રી અશોકભાઈ જોશી હાજર રહ્યા હતા.

Author : Gujaratenews