BIG BREAKING : ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું હાર્ટ એટેકથી નિધન

04-Mar-2022

હાલ એક ખુબ  જ દુઃખદાયક સમાચાર સામે  આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર અને એકખૂબ જ સારા એવા સ્પિનર શેન વોર્નનું આજે થાઈલેન્ડમાં હાર્ટએટેક આવવાના કારણે 52 વર્ષની ઉંમરે મુત્યુ પામ્યા છે. ભારતીય દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરીને આ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, મને વિશ્વાસ નથી આવતો. સૌથી મહાન સ્પિનરોમાંના એક, સ્પિનને કૂલ બનાવનારા, સુપરસ્ટાર શેન વોર્ન હવે હયાત નથી. જીવન ખૂબ નાજુક છે, પરંતુ આ સમજવું ખૂબ મુશ્કેલ છે. સમગ્ર વિશ્વમાં તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે.
ભૂતપૂર્વ ‌ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન  વોર્ન નિઃશંકપણે આ રમત રમનારા મહાન  લોકોમાં  સામેલ છે. તેમના નામે 708 વિકેટો બોલે છે, લેગ-સ્પિનર  શેન વોર્ન ​ટેસ્ટ ક્રિકેટના  ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી વધુ વિકેટ  લેનાર બોોલર  છે.વોર્નની મેનેજમેન્ટ કંપનીએ  શુક્રવારે જાહેર કરેલા એક સંક્ષિપ્ત નિવેદનમાં પુષ્ટિ કરી  હતી કે, થાઇલેન્ડના કોહ સમુઇમાં શંકાસ્પદ હાર્ટ એટેકથી  તેમનું નિધન થયું છે. વોર્નના મેનેજમેન્ટે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે, “શેન તેના વિલામાં પ્રતિભાવવિહીન જોવા  મળ્યો હતો અને મેડિકલ‌‌  સ્ટાફના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, તેને પુનર્જીવિત  કરી શકાયો ન હતો.”

Author : Gujaratenews