આજે પણ સોનું મોંઘુ થયું? જાણો દેશ વિદેશના 10 ગ્રામ સોનાના ભાવ

04-Feb-2022

બજેટ બાદ કિંમતમાં ઘટાડા ઉપર બ્રેક લાગી છે. આજે સોનાના ભાવમાં તેજી આવી છે. આ વધારા બાદ સોનાનો ભાવ રૂ.48,000 પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચ્યો છે. ગઈ કાલે સોનું 0.07 ટકા નીચે હતું. બીજી તરફ ચાંદીના ભાવમાં 0.23 ટકાનો ઘટાડો થયો હતો.

આજે ભાવમાં કેવો છે ઉતાર – ચઢાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલિવરી માટે સોનું આજે વધારા સાથે રૂ. 48,180.00 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આજના કારોબારમાં ચાંદીમાં 0.39 ટકાનો ઉછાળો આવ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ રૂ. 60,971 પર છે.વર્ષ 2020ની વાત કરીએ તો, MCX પર 10 ગ્રામ સોનાની કિંમત ગયા વર્ષે સમાન સમયગાળામાં 56,200 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ હતી. આજે સોનું ડિસેમ્બર ફ્યુચર્સ MCX પર રૂ. 47,792 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે એટલે કે હજુ પણ રૂ. 8,400 સસ્તું મળી રહ્યું છે.

 

દેશમાં સોના-ચાંદીમાં રોકાણનો ઘટી રહ્યો છે ક્રેઝ

નાણાકીય વર્ષ 2021 માં સોના (Gold)અને ઘરેણાંના રૂપમાં બચતમાં ઘટાડો જોવા મળે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની રિસર્ચ ટીમની એક રિપોર્ટ અનુસાર આ વ્યક્તિગત બચતના વ્યવહારમાં આવેલ બદલાવ સૂચવે છે.

National Statistical Office (NSO) અને SBI ની રિસર્ચના આંકડાઓથી ખબર પડે છે કે કોરોનાકાળ દરમ્યાન સોના અને ઘરેણાંના સ્વરૂપમાં ઘરેલુ બચત 2020-21માં ઘટીને 38,444 કરોડ રૂપિયા થઈ ગઈ છે જે 2019-20માં 43,136 કરોડ રૂપિયા હતી. આ રકમ વર્ષ 2018-19માં રૂપિયા 42,673 કરોડ થઈ હતીજયારે 2017-18માં 46,665 કરોડ રૂપિયા નોંધાઈ હતી.

Author : Gujaratenews