શિયાળામાં એક દિવસમાં Blinkit પર કૉન્ડોમના 33,000થી વધારે ઓર્ડર અપાયા; Zomato અને Swiggyને મળ્યા રેકોર્ડ બ્રેક ઓર્ડર
04-Jan-2022
નવી દિલ્હી: Zomatoના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વિટ કરીને કહ્યુ છે કે, પહેલા Grofersના નામથી ઓળખાતી ગ્રૉસરી ડિલીવરી ફર્મ Blinkit પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કૉન્ડોમના 33,440 ઓર્ડર આપવામાં આવ્યા હતા. એક ગ્રાહકો એક સાથે 80 કૉન્ડોમનો ઓર્ડર કર્યો હતો. ભારતમાં શુક્રવારે લોકોએ નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી (New Year 2022) કરી હતી. આ દરમિયાન ઓનલાઇન ડિલીવરી (Online delivery platforms) પ્લેટફોર્મને સ્નેક્સ, ડ્રિંક અને ત્યાં સુધી કે મોટા પ્રમાણમાં કૉન્ડોમના ઓર્ડર પણ મળ્યા હતા. Zomatoના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વિટ કરીને કહ્યુ છે કે, પહેલા Grofersના નામથી ઓળખાતી ગ્રૉસરી ડિલીવરી ફર્મ Blinkit પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કૉન્ડોમના 33,440 ઓર્ડર આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં Zomato નું પણ રોકાણ છે. ગોયલે ખુલાસો કર્યો કે એક ગ્રાહકો એક સાથે 80 કૉન્ડોમનો ઓર્ડર કર્યો હતો.
ઝોમાટોના સ્થાપકે જણાવ્યું કે, ભારતના ગ્રાહકોએ આ વર્ષે નવા વર્ષન પૂર્વ સંધ્યાએ Blinkit પર 1.3 લાખ લીટર સોડા, 43,000 કેન એરેટેડ ડ્રિંક, 7,000 પેકેટ નાચોસ, 4,884 જાર ડિપ્સ, 6,712 ટબ આઇસક્રીમ, 28,240 પેકેટ ઇન્સ્ટન્ટ પૉપકોર્નનો ઓર્ડર આપ્યો હતો. ગ્રોસરી ડિલીવરી પ્લેટફોર્મ પર 11,943 આઇસ પેકનો ઓર્ડર પણ મળ્યો હતો. ગોયલે કહ્યું કે,"આશા રાખીએ કે કોઈ ઈજાગ્રસ્ત નહીં થયું હોય, હવે તમામ ઓર્ડર ફક્ત ડ્રિંક માટે છે."
20-Aug-2024