Manipur : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે છે, જ્યાં તેઓ દ્વારા બંન્ને રાજ્યોને ઘણી ભેટ મળી છે. આ દરમિયાન પીએમએ મણિપુરમાં 4800 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના 22 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે. જેમાં આશરે રૂ. 1850 કરોડના ખર્ચના 13 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને આશરે રૂ. 2950 કરોડના ખર્ચના 9 પ્રોજેક્ટના શિલાન્યાસનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, તેઓ અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર એક નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કનેક્ટિવિટી સુધારવા માટે દેશભરમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની જેમ રૂ. 1,700 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025