જહાજમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીઃ બે લાખ રુપિયા સુધીની ટિકિટ હતી. 600 હાઈપ્રોફાઈલ લોકોમાં સુપર સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ

જહાજમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીઃ બે લાખ રુપિયા સુધીની ટિકિટ હતી. 600 હાઈપ્રોફાઈલ લોકોમાં સુપર સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ

03-Oct-2021

નવી દિલ્હીઃ મુંબઈથી ગોવા જઈ રહેલા જહાજમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડા પડ્યા બાદ આખા દેશમાં ખળભળાટ છે.આ પાર્ટીમાં સુપર સ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન પણ હાજર હતો.શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરાઈ છે.ડ્રગ્સ કેસમાં થઈ આર્યન ખાનની ધરપકડ થઈ છે.NCBએ કરી છે ધરપકડ.મુંબઈથી ગોવાની ક્રૂઝ શિપમાં પાડ્યો હતો દરોડો.આર્યન ખાન સહિતનાની થઈ હતી અટકાયત.આર્યન ખાનની NCB ઓફિસમાં થઈ પૂછપરછ બાદ આર્યન ખાન સહિત 8 લોકોની ધરપકડ થઈ છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા આ મામલામાં આર્યન ખાન સહિતના 13 લોકોની અટકાયત કરાઈ છે.તેમની પૂછપરછ પણ ચાલી રહી છે.ત્યારે એવી વિગતો સપાટી પર આવી છે કે, 600 લોકો આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં સામેલ હતા.પાર્ટી માટે 2 લાખ રુપિયા સુધી ટિકિટ રાખવામાં આવી હતી.તેમાં તમામ પ્રકારના ડ્રગ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

જે જહાજ પર દરોડો પડાયો છે તેમાં બોલીવૂડ, ફેશન અને બિઝનેસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સામેલ હતા.સૂત્રોના કહેવા પ્રમાણે શનિવારે આ જહાજ રવાના થવાનુ હતુ.પહેલા દિવસે અમેરિકાના ખ્યાતનામ ડીજેનુ આ પાર્ટીમાં પરફોર્મન્સ થવાનુ હતુ.આઈવરી કોસ્ટના એક ડીજે તેમજ મોરક્કોથી કલાકારને પણ બોલાવાયા હતા.

જહાચ ચાર ઓક્ટોબરે સવારે દસ વાગ્યે મુંબઈ પાછુ ફરવાનુ હતુ અને તે દરમિયાન રોજ અલગ અલગ થીમ પર તેમાં પાર્ટી થવાની હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સાત કલાક સુધી ચાલેલા દરોડામાં એનસીબીને કોકીન, હશીશ, મેફેડ્રીન સહિતના ચાર પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે.એનસીબીની પૂછપરછમાં હજી પણ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.

મુંબઈ અને ગોવા વચ્ચેની આ ક્રુઝનુ ઓપિનિંગ તાજેતરમાં જ થયુ હતુ અને તે વખતે યોજાયેલી પાર્ટીમાં પણ બોલીવૂડના મોટા સ્ટાર સામેલ થયા હતા.

Author : Gujaratenews