7 જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે પેટાચૂંટણી
ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં 44 બેઠકો પર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ સાથે 161 ઉમેદવારોનું ભાવી હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. આગામી તા.5મી ઓકટોબરના રોજ મત ગણતરી હાથ ધરાશે. નવા નિમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી મહત્વની મનાઇ છે.
તાલુકા પંચાયતની 43 બેઠકો પર પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ, 5 ઓક્ટોબરે પરિણામ ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણી પર 5 જેટલા ચૂંટણી અધિકારીઓ ચાંપતી નજર રાખશે. ગાંધીનગર ઉપરાંત રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપંચાયતની ખાલી બેઠકો પર પેટાચૂંટણી માટે પણ આજે જ મતદાન થઈ રહ્યું છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. હાલ મતદાનના પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગાંધીનગર મનપા માટે કેવી છે છે તૈયારી?
ગાંધીનગર મહાનગર પાલિકા માટે 284 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી 144 સંવેદનશીલ તો 4 મતદાન મથકોને અતિસંવેદનસીલ જાહેર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર કુલ 2,81,897 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જે પૈકી 1,45,130 પુરુષ મતદારો, 1,36,757 સ્ત્રી મતદારો તેમજ 9 અન્ય મતદારો મતદાન કરશે.
20-Aug-2024