પશ્ચિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા બેઠક માટે આજે ચાલી રહેલી મતગણતરી દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી નિશ્ચિત વિજય થયો છે.કોલકત્તાની ભવાનીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શાનદાર જીત મેળવી છે. તેમણે પોતાના હરિફ અને ભાજપના ઉમેદવા૨ પ્રિયંકા ટિબરેવાલને 58 હજારથી વધુ મતોથી હાર આપી હતી. મમતા બેનરજીને કુલ ૮૪૭૦૯ મત મળ્યા હતા. જ્યારે ભાજપની પ્રિયંકા ટિબરવાલને ૨૬૩૨૦ મત મળ્યા હતા. હવે આ ભવ્ય જીતની સાથે જ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ પર યથાવત રહેશે. ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં મળેલી જીત બાદ ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ખુશીનો માહોલ છે. ટીએમસીના કાર્યકર્તાઓએ મમતા બેનર્જીના ઘર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
સાતમા રાઉન્ડની ગણતરી બાદ મમતા બેનરજીને 31033 મત મળ્યા છે અને ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 5719 મત મળ્યા હતા.આમ મમતા બેનરજી 24000 કરતા વધારે મતથી આગળ હતા.
અખિલેશ યાદવે મમતા બેનરજીને જીત માટે અભિનંદન પણ આપી દીધા છે અને કહ્યુ છે કે, મમતા દીદીની જીત એ સત્યની જીત છે.
પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર થયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક સૌથી મહત્વની છે.કારણકે મમતા બેનરજીએ સીએમ પદ પર ચાલુ રહેવા માટે આ બેઠક જીતવી જરુરી છે.જોકે હવે તેમની જીત પાકી થઈ ગઈ છે અને ટીએમસી સમર્થકોએ ઉજવણી કરવાનુ શરુ કરી દીધુ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024