ખેડૂતો માટે ખુશખબર : જાણો સરકારની સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના

03-Mar-2025

સુરત ઃ સ્માર્ટ ટૂલ કીટ મેળવવા પાત્ર અરજદારે ગાંધીનગરમાં ગુજરાત ખેત ઉત્પાદન નિગમના વિક્રેતાના કેન્દ્ર ખાતેથી 90 ટકા સહાય અથવા તો રૂપિયા 10,000 (દશ હજાર) બે માથી જે ઓછુ હોય તે.

રકમની મર્યાદામાં હેન્ડ ટૂલ્સની કીટ્સના સાધનો 90 દિવસમાં ( ત્રણ મહિનામાં) મેળવવાની રહેશે

યોજનાનો ઉદ્દેશ /હેતુ 
રાજ્યના સીમાન્ત ખેડૂતો અને ખેત મજૂરોને જો અદ્યતન સાધનોવાળી સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ આપવામાં આવે તો તેમને ખેતી કામ કરવામાં સરળતા ઉપરાંત સમયસર ખેતી કાર્ય થાય. ખેત ઉત્પાદન વધી શકે તે હેતુ

પાત્રતાના ધોરણો
(ક) આ યોજનાનો લાભ ૧ હેક્ટર સુધીની જમીન ધારણા કરતાં(૮-અ મુજબ) સીમાન્ત ખેડૂત તથા ખેતી કામ કરતાં ખેત મજૂરોને મળવાપાત્ર રહેશે. (બ) સીમાન્ત ખેડૂતને ૮-અ ખાતાદીઠ એકવાર અને ખેત મજૂરને કુટુંબદીઠ એકવાર લાભ મળવાપાત્ર રહેશે.
યોજના અંતર્ગત મળતી સહાય

કીટ મેળવવા પાત્ર અરજદારે ગુ.ખે.ઉ.નિ.લી., ગાંધીનગરના અધિકૃત વિક્રેતાના કેન્દ્ર ખાતેથી ૯૦ ટકા સહાય અથવા રૂ.૧૦,૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે રકમની મર્યાદામાં હેન્ડટુલ્સની કીટ્સના સાધનો દિન-૯૦માં મેળવવાની રહેશે.

અરજીની પ્રક્રિયા

(ક) સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ મેળવવા માંગતા લાભાર્થીએ 1-Khedut પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ગ્રામકક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર મારફતે અથવા જ્યાં પણ કોમ્પ્યુટર-ઈન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકાશે. આ ઉપરાંત અરજદાર ભૌતિક અરજી સંબંધિત કચેરીમાં રજૂ કરે તો કચેરીએ સમયમર્યાદામાં પોર્ટલ ખુલ્લુ હોય, ત્યાં સુધી પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

(ખ) I-Khedut પોર્ટલ ઉપર સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ મેળવવા માંગતા લાભાર્થીએ ઓનલાઈન કરેલ અરજી ઓટો ઈનવર્ડ થશે.

અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારી

તાલુકા અમલીકરણ અધિકારી

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા

૧)સીમાન્ત ખેડૂતો માટે ૮-અની નકલ, 
૨) ખેત મજૂર હોવા અંગેનો તલાટીનો દાખલો અથવા શ્રમ અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર । ઓળખકાર્ડની નકલ, 
૩) “સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ”ની યાદી પૈકી અરજદારની પસંદગી મુજબના સાધનોની યાદી. 
૪) આધાર કાર્ડનો નંબર 
૫) ખેત મજૂર માટે રેશન કાર્ડની નકલ

સત્તાવાર લિન્ક

https://agri.gujarat.gov.in/Portal/Document/1_3805_1_86.pdf 

Author : Gujaratenews