યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં સરદાર ગાથા યોજાઈ

02-Nov-2021

SURAT: રામકથા સહિ‌ત વિવિધ ધાર્મિ‌ક કથાઓનું અવારનવાર વાંચન થતું હોય છે. પરંતુ જેની ગાથાથી લોકોમાં સરદાર સાહેબનાં વિચારોનું સિંચન થાય એ હેતુસર સરદારગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું, આઝાદી કાળમાં દેશમાં વિખરાયેલી અનેક વિરાસતોને એક તાંતણે જોડવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક કરનારા સરદાર પટેલની વિગતે ઝાંખી કરાવી સરદાર વિશે જાહેર થયેલી અને જાહેર ન થયેલી અપ્રસ્તુત વાતો, ઇતિહાસનું રસપાન પ્રખ્યાત લોકસાહિત્યકાર સાંઈરામ દવે એ કરાવ્યું હતું. 31મી ઓક્ટોબર એટલે અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા લોહપુરુષ અને યુગપુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતી. આ નિમિત્તે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં ભવ્યાતિભવ્ય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સરદાર ગાથા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો,

જેમાં સમાજ શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, અલગ-અલગ સમાજના પ્રતિનિધિઓઓ, દરેક સામાજિક સંસ્થાઓના સેવાભાવી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, સર્વ સમાજને એક તાંતણે બાંધનારા અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી ની ઉજવણી સાંઇરામ દવે ની આગવી ભાષાશૈલી થી શ્રી સરદાર સાહેબના જીવનચરિત્ર ની ઝાખી કરાવીને ઉજવવામાં આવી હતી, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત બુટાણી અને સાથી મિત્રો દ્વારા સરદાર સાહેબના વિચારો સરદાર સાહેબનું જીવન ચરીત્ર, અને સરદાર સાહેબ વિશેની સાચી ઘટનાઓ યુવાનો સુધી પહોંચાડવાના એક ઉત્તમ પ્રયાસના ભાગરૂપે સરદાર ગાથા કાર્યક્રમનું આયોજન સરદાર સાહેબની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવ્યું હતું.

Author : Gujaratenews