નવી દિલ્હી, તા. 02
પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ડેપ્યુટી સીએમ અજિત પવારના વિૂરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજીત પવારથી જોડાયેલી 5 સંપત્તિઓને જોડાણ કરવાનો આદેશ જારી કરી દીધો છે. આ સંપત્તિઓ એક હજાર કરોડ રુપિયા કરતા વધારે છે.
મહારાષ્ટ્રમાં કેન્દ્રીય એજન્સીઓનુ એક્શન જારી છે. પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ અજીત પવાર પર એક્શન શરૂ થઈ ગયુ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજીત પવાર સાથે જોડાયેલી 5 સંપત્તિઓને સીઝ કરવાનો આદેશ જારી કર્યા છે. આ સંપત્તિઓ એક હજાર કરોડ રુપિયાથી વધારાની છે.
લાંબા સમયથી ITના નિશાને પવાર
અજીત પવાર ઘણા લાંબા સમયથી આઈટીના નિશાને છે. ગયા મહિને જ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બે રિયલ એસ્ટેટ ગ્રૂપ અને અજીત પવારના સંબંધીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા બાદ 184 કરોડ રુપિયાની બેહિસાબ સંપત્તિની જાણકારી મેળવી હતી. વિભાગે 7 ઓક્ટોબરે 70થી વધારે ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન આઈટીએ અજીત પવારના દીકરા પાર્થ પવારના માલિકાના હકવાળી કંપની અનંત મર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ પર પણ દરોડા પાડ્યા હતા. આ સિવાય પવારની બહેનોના માલિકાના હકવાળી કંપનીઓ પર પણ કાર્યવાહી કરી ગઈ હતી.
કાલે રાતે જ ધરપકડ થઈ છે અનિલ દેશમુખની
સોમવારે મોડી રાતે EDએ પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી લીધી. 100 કરોડ રુપિયાની વસૂલીના મામલે તેમની 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઈડી અનુસાર, દેશમુખ પાસેથી કોઈ સંતોષજનક જવાબ મળ્યો નથી. તેથી તેમની ધરપકડ કરી લેવાઈ હતી. દેશમુખને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
05-Mar-2025