અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા
02-Sep-2021
અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. આવા અહેવાલ આવતાની સાથે જ બોલિવૂડમાં શોકનો માહોલ ફેલાઈ ગયો. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થને મૃત જાહેર કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થ શુક્લાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના મૃત્યુના સમાચાર આવતા ફેન્સના દિલ તૂટી ગયા છે.
સવારે 9.25 વાગ્યે સિદ્ધાર્થ શુક્લાને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતી વખતે કેટલીક દવા લીધી હતી અને તે સૂઈ ગયા હતા. તેમને ઘરમાં હાજર સભ્યો દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
કૂપર હોસ્પિટલના ડોકટરો દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરતા કહ્યું છે કે ‘સિદ્ધાર્થ શુક્લાને આજે સવારે 9.25 વાગ્યે કૂપર હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યા હતા. અન્ય કોઈ બાહ્ય ઈજા નથી.’ હાલમાં હોસ્પિટલમાં બોડીના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચારથી ફેન્સ અને બોલિવૂડ તેમજ ટીવીના કલાકારો ચોંકી ગયો છે. તમને જણાવી દઈએ કે તેઓ શહેનાઝ ગિલ સાથે ‘બિગ બોસ ઓટીટી’માં પણ તાજેતરમાં જ જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ શુક્લાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2008 માં ટીવી શો ‘બાબુલ કા આંગણ છૂટે ના’ થી કરી હતી. આ પછી, તે ‘જાને પહેચાને સે અજનબી’, ‘સીઆઈડી’, ‘બાલિકા વધૂ’ અને ‘લવ યુ જિંદગી’ જેવા ટીવી શો અને ઘણા રિયાલિટી શોમાં જોવા મળ્યા હતા.
20-Aug-2024